- પીએમ મોદીએ 27 સપ્ટેમ્બર 2014મા મૂક્યો હતો પ્રસ્તાવ
- 21 જૂને વિશ્વ સ્તરે આ દિવસની ઉજવણી માટે 177 એ આપ્યું હતું સમર્થન
- વર્ષ 2015થી આ દિવસ મનાવવાની શરુઆત કરાઈ
સમગ્ર દેશભરમાં કોરોનાની સ્થિતિ ચાલી રહી છે, જો કે યોગ દિવસની ઉજવણી પણ લોકો પોતાના ઘરે રહીને કરી જ રહ્યા છે, વિશ્વભરમાં આજે 7મો આતંરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે,આ વર્ષની યોગની થીમ છે, યોગ કે સાથ રહે, ઘર પર રહે…..વર્તમાનની જે કોરોનાની સ્થિતિ ચાલી રહી છે જેમાં યોગનું ખૂબ જ મહત્વ રહ્યું છે.
દેશના વડાપ્રધાન મોદીએ પણ પોતાના સંબોધનમાં આજે આ વાત જણાવી છે ,કે કોરોનાના સમયમાં યોગે આત્મબળ પુરુ પાડ્યું છે.સકારાત્મક ઊર્જા અને સારી રોગપ્રતિકારક શક્તિ માટે યોગનું ખાસ મહત્વ છે.યોગની મહત્વતા દર્શાવતા આ ભારતના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સ્વિકારવામાં આવ્યો હતો.જેને 177 દેશઓે સમર્થન પુરુ પાડ્યું હતું, આ સાથે જ સૌ પ્રથમ વખત 21 જૂન વર્ષ 2015મા પ્રથન રાષ્ટ્રીય યોગ દિવસ સમગ્ર વિશ્વ સ્તરે મવાનનામાં આવ્યો હતો, જ્યારે આ તેનું સાતમું વર્ષ છે.
શા માટે 21 જૂને મનાવાઈ છે યોગ દિવસ – જાણો
ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 21 જૂન એ સમગ્ર વર્ષ દરમિયાનનો સૌથી લાંબો દિવસ એટલે કે સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચેનો સમય અંતર સૌથી લાંબું હોય છે. આ દિવસથી, સૂર્યની ગતિની દિશા દક્ષિણાયન હોય છે અને સૂર્યની આ દક્ષિણાયન સ્થિતિ યોગ દ્વારા આધ્યાત્મિક વિધી પ્રાપ્ત કરવા માટે સૌથી યોગ્ય ગણવામાં આવે છે. 21 જૂનને ઉનાળાની સંક્રાન્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જ કારણ છે કે આ દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
યોગ દિવસ વિશ્વ સ્તરે મનાવવાનો પ્રસ્તાવ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં રજુ કર્યો હતો
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર, 2014 ના રોજ, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના પ્રથમ ભાષણમાં યોગ પર પહેલ કરતા તે અંગેનો પ્રસ્તાવ મૂક્યો. જેને મહાસભામાં 193 દેશોમાંથી 177 નું સંપૂર્ણ બહુમતી સાથે સમર્થન મળ્યું હતું, 11 ડિસેમ્બર 2014 ના રોજ ત્રણ મહિનાથી ઓછા સમયમાં આ પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભારતની સંસ્કૃતિમાં અનાદીકાળથી યોગનું મહત્વ રહ્યું છે,આજ પરંપરાને ઇનુસરતા પીએમ મોદીએ પણ યોગ દિવસની શરુાત કરી હતી જે પ્રમાણે પ્રથમ યોગ દિવસ વર્ષ 2015માં ખૂબ જ અદભૂત રહ્યો હતો, ભારતમાં પ્રથમ વિશ્વ યોગ દિવસ 2015 અવિસ્મરણીય બની ગયો. મુખ્ય કાર્યક્રમ દિલ્હીના રાજપથ ખાતે વડા પ્રધાનના નેતૃત્વમાં યોજાયો હતો. જેમાં 84 દેશોના નાગરિકો સહિત 35 હજાર 985 લોકોએ ભાગ લીધો હતો.