Site icon Revoi.in

IPL 2022 :દિલ્હી કેપિટલ્સનો વધુ એક ખેલાડી કોરોનાથી સંક્રમિત

Social Share

મુંબઈ:ઈન્ડિયન પ્રીમિયર લીગની 32મી મેચ યોજાશે કે નહીં? આ સવાલ હવે દરેક ચાહકોના મનમાં છે કારણ કે દિલ્હી કેપિટલ્સનો વધુ એક ખેલાડી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હી કેપિટલ્સનો વધુ એક વિદેશી ખેલાડી કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. પંજાબ કિંગ્સ અને દિલ્હી વચ્ચેની મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં યોજાવાની છે અને આ મેચના થોડા કલાકો પહેલા જ અન્ય એક ખેલાડીનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.બુધવારે બપોરે દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓનો રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં વિદેશી ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.

રિપોર્ટ અનુસાર,વિદેશી ખેલાડીના કોવિડ પોઝિટિવ આવ્યા બાદ BCCIએ દિલ્હી કેપિટલ્સના તમામ ખેલાડીઓને હોટલના રૂમમાં બંધ રહેવા કહ્યું છે.BCCI આ ટીમના તમામ ખેલાડીઓનો RT-PCR ટેસ્ટ કરાવશે.દરેક ખેલાડીઓના રૂમમાં જઈને તેમના સેમ્પલ લેવામાં આવશે.દિલ્હી પ્લેઈંગ ઈલેવનમાં એવા જ ખેલાડીઓને સામેલ કરી શકશે જેમનો RT-PCR રિપોર્ટ નેગેટિવ આવશે.

ઉલ્લેખનીય છે કે,દિલ્હી કેપિટલ્સના 6 ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. સૌથી પહેલા ફિઝિયો પેટ્રિક ફરહાર્ટને કોરોના થયો હતો અને ત્યારબાદ સપોર્ટ સ્ટાફના અન્ય સભ્યો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા.જેમાં ટીમના મસાજ નિષ્ણાત અને ડૉક્ટરનો પણ સમાવેશ થાય છે.ઓલરાઉન્ડર મિશેલ માર્શને પણ કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

દિલ્હીની ટીમમાં કોરોનાના હુમલા બાદ BCCIએ આ મેચનું સ્થળ બદલી નાખ્યું છે.અગાઉ આ મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં યોજાવાની હતી પરંતુ તેને બ્રેબોર્ન સ્ટેડિયમમાં શિફ્ટ કરવામાં આવી હતી. હવે મેચ પહેલા ફરી એકવાર દિલ્હીનો વધુ એક ખેલાડી કોવિડ પોઝિટિવ આવ્યો છે. જોકે, અહેવાલો અનુસાર, બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે આ મેચ ચાલુ રહેશે.જે ખેલાડીઓ સ્વસ્થ છે તેઓ મેચ રમવા આવશે.