Site icon Revoi.in

IPL 2022: અમદાવાદની ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપાઈ

Social Share

દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયલ લીગ એટલે કે આઈપીએલમાં અમદાવાદ અને લખનૌ એમ નવી બે ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. મેગા હરાજી પહેલા બંને નવી ટીમોએ તેમના ડ્રાફ્ટ્સ જાહેર કર્યાં છે. જે અનુસાર લખનૌની ટીમની જવાબદારી કે.એલ.રાહુલ અને અમદાવાદની જવાબદારી હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે. આ વખતે અમદાવાદ અને લખનૌની ટીમો પ્રથમ વખત IPLમાં ભાગ લઈ રહી છે.

આઈપીએલની બંને નવી ટીમના 3-3 ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા, બીજા પ્લેયર તરીકે રશિદ ખાન અને ત્રીજા ખેલાડી તરીકે શુભમન ગિલની પસંદગી કરવામાં આવી છે. પંડ્યાને રૂ. 15 કરોડ, રશિદખાનને રૂ. 15 કરોડ તથા શુભમન ગિલને 8 કરોડ ચુકવવામાં આવશે. આવી જ રીતે લખનૌની ટીમમાં કે.એલ.રાહુલ, માર્ક સ્ટોઈનિસ અને રવિ બિશ્નોઈની પસંદગી કરવામાં આવી છે. રાહુલને રૂ. 17 કરોડ સ્ટોઈનિસને 9.2 કરોડ અને બિશ્નોઈને 4 કરોડ ચુકવવામાં આવશે. જ્યારે જૂની આઠ ટીમોએ પોતાના ખેલાડીઓને જાળવી રાખ્યાં છે. જેથી મેગા ઓક્શનનો માર્ગ મોકળો થઈ ગયો છે. આગામી આઈપીએલ 2022માં આઠને બદલે હવે 10 ટીમો વચ્ચે મેદાનમાં ચોગ્ગા-સિક્સરનો વરસાદ જોવા મળશે.