Site icon Revoi.in

IPL 2024: સૌથી ઝડપી રન ચેઝનો સનરાઈઝર્સ હૈદરાબાદે રેકોર્ડ બનાવ્યો

Social Share

IPL 2024 ની 57 મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ઈતિહાસ રચ્યો છે. પેટ કમિન્સની ટીમે લખનૌ સામે 166 રનના ટાર્ગેટ 10 ઓવર પહેલા જ કરી લીધો હતો. હૈદરાબાદે માત્ર 58 બોલમાં 167 રન બનાવ્યા. જે આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી રન ચેઝ છે. લખનૌ સુપરજાયન્ટ્સે આ મેચ 10 વિકેટથી જીતી લીધી હતી. આ જીતમાં સૌથી મોટો ફાળો તેના બંને ઓપનરોએ આપ્યો હતો. ટ્રેવિસ હેડે માત્ર 28 બોલમાં 75 રનની ઈનિંગ રમી હતી. ઓપનરોએ મળીને 14 છગ્ગા અને 16 ચોગ્ગા ફટકાર્યા હતા.

પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપરજાયન્ટ્સે 165 રન બનાવ્યા હતા. આ ટીમના પ્રથમ ત્રણ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા ન હતા. ડી કોક 2 રન બનાવીને આઉટ થયો હતો અને સ્ટોઈનિસ 3 રન બનાવીને આઉટ થયો હતો. કેએલ રાહુલે 29 રન બનાવવા માટે 33 બોલ રમ્યા હતા. પરંતુ અંતે નિકોલસ પુરને 26 બોલમાં 48 રનની ઇનિંગ રમી તથા આયુષ બદોનીએ પણ 55 રન બનાવ્યા અને અંતે કોઈક રીતે આ ટીમ સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકી હતી. જોકે, સનરાઇઝર્સના ઓપનરો કોઈ અન્ય લક્ષ્યાંક સાથે બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યા હતા. પરંતુ તેવું શક્ય ના બન્યું હતું.

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમની ઈનિંગ્સ વખતે શું થયું?

પાવરપ્લેમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 107 રન બનાવ્યા
હેડ અને અભિષેક શર્મા વચ્ચે 19 બોલમાં 50 રનની ભાગીદારી થઈ
હેડે માત્ર 16 બોલમાં અડધી સદી ફટકારી હતી
અભિષેક શર્માએ 19 બોલમાં અડધી સદી ફટકારી હતી.
સનરાઇઝર્સ હૈદરાબાદે 5.4 ઓવરમાં 100 રન પૂરા કર્યા
સનરાઇઝર્સ હૈદરાબાદે 8.2 ઓવરમાં 150 રન પૂરા કર્યા