Site icon Revoi.in

IPS નીના સિંહ બન્યા CISFના પ્રથમ મહિલા DG

Social Share

દિલ્હી:રાજસ્થાન કેડરના વરિષ્ઠ IPS અધિકારી નીના સિંહ સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ના ડીજી બન્યા છે. નીના સિંહ આ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા અધિકારી છે. આ પહેલા નીના સિંહ મોટા કેસનો ભાગ રહી ચુકી છે.

IPS નીના સિંહે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન એટલે કે CBIમાં પણ કામ કર્યું છે, જ્યાં તેમણે જોઈન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. સીબીઆઈ સાથેના તેમના સમય દરમિયાન, તેમણે ભ્રષ્ટાચાર, આર્થિક ગુનાઓ, બેંક છેતરપિંડી અને રમતની અખંડિતતા સંબંધિત ઘણા હાઇ-પ્રોફાઇલ કેસોને સંભાળ્યા છે.

જો વધારે વાત કરવામાં આવે તો નીના સિંહ રાજસ્થાન પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારી છે. 1989 બેચના આઈપીએસ અધિકારી રાજસ્થાન કેડરના છે. હાલમાં નીના સિંહ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ એટલે કે CISFના ADGની જવાબદારી સંભાળી રહ્યા હતા. રાજસ્થાન પોલીસમાં ડીજીનું પદ મેળવનાર તે પ્રથમ મહિલા અધિકારી છે. આ પહેલા તે કેન્દ્ર સરકારમાં પણ રહી ચૂકી છે.

વહીવટમાં વિશેષ ભૂમિકા ભજવનાર નીના સિંહને લેખનમાં પણ વિશેષ રસ હતો. તેમણે અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જી અને એસ્થર ડુફ્લો સાથે સંશોધન પત્રો પણ સહ-લેખિત કર્યા છે. આ ઉપરાંત તેઓ રાજસ્થાન રાજ્ય મહિલા આયોગના સભ્ય-સચિવ પણ રહી ચૂક્યા છે. કોરોના મહામારી દરમિયાન સિંહે રાજસ્થાનમાં મુખ્ય સચિવ (સ્વાસ્થ્ય)ની જવાબદારી સંભાળી હતી.

Exit mobile version