Site icon Revoi.in

ઇરાનમાં 5.6ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, 10 લોકો ઘાયલ

Social Share

ઇરાનમાં 5.6 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપમાં ઓછામાં ઓછા દસ લોકો ઘાયલ થયા છે. ઇરાની મીડિયામાં આ માહિતી આપવામાં આવી હતી. રાજધાની તેહરાનથી 500 કિલોમીટર દક્ષિણમાં સીસખ્ત કાઉન્ટીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, આ વિસ્તારમાં રાહત અને બચાવ ટીમો તૈનાત કરવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ 10 કિ.મી.ની ઊંડાઈ પર હતું.

દેશમાં સ્થિત સીસખ્ત એક કૃષિ ક્ષેત્ર છે, જ્યાંની વસ્તી 6000 લોકોની છે. તે કોહકિલુયેહ અને બોયર-અહમદ પ્રાંતમાં સ્થિત છે. હજી સુધી ભૂકંપથી જાન-માલના નુકસાનની વિગતો મળી નથી.2003 માં આવેલ ભૂકંપને ઇરાનના ઇતિહાસનો સૌથી ખતરનાક ભૂકંપ માનવામાં આવે છે.

એતિહાસિક શહેર બામમાં આવેલ આ ભૂકંપમાં 26,000 લોકો માર્યા ગયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.6 હતી. બામ શહેરની વસ્તી ભૂકંપ પહેલા 97 લોકોની હતી. અને તે ઇરાનનું સૌથી પ્રખ્યાત પર્યટન સ્થળોમાનું એક હતું.તો, 2017 માં આવેલ વધુ એક ભૂકંપમાં 600 લોકો માર્યા ગયા હતા. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7 નોંધાઈ હતી.

-દેવાંશી