1. Home
  2. Tag "iran"

ઈરાન પાસે ક્યારેય પરમાણું હથિયાર ના હોવુ જોઈએ, ટ્રમ્પે અમેરિકાનું વલણ સ્પષ્ટ કર્યું

વાશિંગ્ટન, 4 ઓગસ્ટ, 2026: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના તણાવ વચ્ચે એક મોટું નિવેદન આપીને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન સાથેની વાતચીત ટૂંક સમયમાં જ કોઈક નક્કર પરિણામ પર પહોંચી જશે અને આ કોઈ બહુ મુશ્કેલ કામ નથી. અમેરિકા હાલમાં હોર્મુઝ સ્ટ્રેટને ખોલવાની વાત કરી રહ્યું […]

ઈરાનની ઈઝરાયેલ અને અમેરિકાને વિનાશક હુમલાની ચીમકી

તેહરાન, 1 ઓગસ્ટ 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ હવે વધુ ખતરનાક વળાંક લઈ રહ્યો છે. ઈરાને કડક ચેતવણી આપતાં કહ્યું છે કે જો તેના પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે, તો તે ઈઝરાયેલના મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અમેરિકાની ઊર્જા સુવિધાઓ પર વિનાશક હુમલો કરશે. ઈરાનના સરકારી મીડિયાએ એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીને ટાંકીને અહેવાલ આપ્યો છે […]

બહેરીનમાં US એરબેઝ પર ઈરાનનો ડ્રોન હુમલો, કુવેત-જોર્ડન સ્થિત અમેરિકી ઠેકાણાઓને પણ બનાવ્યા નિશાન

તેહેરાન, 31 જુલાઈ 2026: પશ્ચિમ એશિયામાં ફરી એકવાર ભીષણ તણાવ ફાટી નીકળ્યો છે. ઇરાની સેના દ્વારા એક સનસનાટીભર્યો દાવો કરવામાં આવ્યો છે કે તેણે દક્ષિણ બહેરીન ખાતે આવેલા શેખ ઇસા એરબેઝ પર ઉપસ્થિત અમેરિકી લશ્કરી સુવિધાઓ અને સંપત્તિઓને ડ્રોન હુમલા દ્વારા નિશાન બનાવી છે. ઇરાની સેનાના સત્તાવાર નિવેદન અનુસાર, આ હુમલામાં પાવર જનરેટર, નેવિગેશન સિસ્ટમ, […]

US વાતચીત માટે તૈયાર, પરંતુ ઈરાનની હાલની સ્થિતિ ભયાનક : માર્કો રુબિયો

ન્યૂયોર્ક, 22 જુલાઈ 2026: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ મોટું અને મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમેરિકા હજુ પણ ઈરાન સાથે વાતચીત માટે ખુલ્લું છે, પરંતુ તે અંગે ગંભીર નથી. તેમણે એમ પણ કહ્યું કે, અમેરિકા-ઈઝરાયલી હુમલાને કારણે ઈરાન મોટી મુશ્કેલીમાં છે. રુબિયોએ બુધવારે ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં આયોજિત આસિયાન દેશોના વિદેશ મંત્રીઓની બેઠક […]

હવે હોર્મુઝની ખાડી પર ઈરાનનું કોઈ નિયંત્રણ નથી: ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ૩ અમેરિકી સૈનિકોના શહીદ થવાના શોક અને સન્માનમાં અમેરિકી દળોએ ઈરાન પર ફરીથી હુમલા કર્યા છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે આ સૈનિકો ઈરાનને પરમાણુ હથિયાર મેળવતું અટકાવવા માટે લડી રહ્યા હતા. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે ઈરાનને સૈન્ય મોરચે ભારે નુકસાન થયું છે અને […]

અમેરિકા અને ઈરાન વચ્ચે આરપારની જંગ, ખાડી દેશોમાં મિસાઈલ-ડ્રોનનો વરસાદ

દુબઈ, 18 જુલાઈ 2026: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સૈન્ય સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. શુક્રવાર અને શનિવારની મધ્યરાત્રિએ બંને દેશોએ એકબીજા પર ભીષણ ડ્રોન અને મિસાઈલ હુમલા કરતા સમગ્ર મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું છે. અમેરિકી વાયુસેનાએ સતત સાતમી રાત્રે ઈરાનના સૈન્ય અને નાગરિક સંસાધનો પર બોમ્બમારો કર્યો છે, […]

ટ્રમ્પની ઈરાનને ચેતવણી: મારી હત્યા કરવાનો પ્રયાસ કર્યો તો ઈરાન પર 1000 મિસાઈલથી હુમલો કરાશે

વોશિંગ્ટન, 11 જુલાઈ 2026: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી અને ભયાનક ધમકી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો ઈરાન તેમની હત્યા કરવામાં સફળ થશે અથવા આવો કોઈ પ્રયાસ કરશે, તો અમેરિકા મોટા પાયે ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરશે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ઈરાનને સંપૂર્ણપણે બરબાદ […]

ઈરાને ટ્રમ્પની હત્યાનું રચ્યું કાવતરુ, ઈઝરાયલની ગુપ્તચર એજન્સીનો દાવો

વોશિંગ્ટન, 10 જુલાઈ 2026: ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી એકવાર યુદ્ધ છેડાયું છે. અમેરિકા દ્વારા ઈરાનમાં મોટી સંખ્યામાં હુમલા કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ ઈરાન પણ કતર સહિતના દેશોમાં અમેરિકન બેઝને નિશાન બનાવી રહ્યું છે. જેના પરિણામે ફરીથી મીડલ ઈસ્ટમાં અશાંતિ ફેલાઈ છે. એટલું જ નહીં અમેરિકા પ્રમુખ ટ્રમ્પે ઈરાન સાથે થયેલા કરારને પણ […]

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધના ભણકારા, અમેરિકાએ ઈરાન ઉપર ફરીથી શરૂ કર્યાં હુમલા

તેહરાન, 9 જુલાઈ 2026: પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. અમેરિકી સેનાએ આજે વહેલી સવારે ઈરાન પર વિસ્ફોટક નવા હવાઈ હુમલા શરૂ કર્યા છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવી હોર્મૂઝની સમુદ્રધુનીમાં આંતરરાષ્ટ્રીય જહાજો પર ઈરાન દ્વારા થઈ રહેલા સતત હુમલાઓને રોકવા અને દરિયાઈ અવરજવરને […]

હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધના મંડાણ? બે કોમર્શિયલ જહાજો પર ઈરાનનો મિસાઈલ વડે હુમલો

દુબઈ, 7 જુલાઈ 2026: વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપારી માર્ગ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી એકવાર ભારે આંતરરાષ્ટ્રીય તણાવ સર્જાયો છે. અમેરિકી અધિકારીઓના સત્તાવાર નિવેદન મુજબ, સોમવારે રાત્રે ઈરાનની સેનાએ આ દરિયાઈ માર્ગ પરથી પસાર થઈ રહેલા બે મોટા કોમર્શિયલ જહાજો પર આડેધડ મિસાઈલ મારો કર્યો છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકા અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code