1. Home
  2. Tag "iran"

ઈરાનની દરખાસ્ત ઉપર વાત કરવા માટે અમેરિકા તૈયાર, યુદ્ધ વિરામ લંબાવાયું

ન્યૂયોર્ક, 22 એપ્રિલ 2026: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના સીઝફાયર (યુદ્ધવિરામ) ને લંબાવવાની જાહેરાત કરી છે, પરંતુ સાથે જ ઈરાન પર લાદવામાં આવેલી સખત નૌકાદળની ઘેરાબંધી ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ઈરાન સરકાર એક ‘યુનાઈટેડ પ્રપોઝલ’ (સંયુક્ત દરખાસ્ત) રજૂ નહીં કરે, ત્યાં સુધી વાટાઘાટો આગળ વધશે નહીં. […]

ગજવા-એ-હિંદ કરવા માગતા બે આતંકીને ગુજરાત ATS દ્વારા ઝડપી લેવામાં આવ્યા

ગુજરાત ATSની મોટી કાર્યવાહી: દેશ વિરુદ્ધ ષડયંત્ર રચતા બે યુવકોની ધરપકડ, ISISની વિચારધારાથી હતા પ્રભાવિત ગાંધીનગર, 21 એપ્રિલ, 2026 – ગજવા-એ-હિંદ કરવા માગતા બે આતંકીને ગુજરાત ATS દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ મોટી કાર્યવાહી કરતા દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ બે યુવકોની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ ભારતમાં હુમલા […]

અમેરિકા સાથે બીજા રાઉન્ડની શાંતિ મંત્રણામાં ભાગ લેવાનો ઈરાનનો ઇનકાર

તેહરાન, 20 એપ્રિલ 2026: ઈરાનની સરકારી સમાચાર એજન્સી, IRNA એ જાહેરાત કરી છે કે દેશે અમેરિકા સાથે બીજા રાઉન્ડની શાંતિ મંત્રણામાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે. અગાઉ એવું અહેવાલ હતું કે આ મંત્રણા ટૂંક સમયમાં પાકિસ્તાનમાં યોજાવાની હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર તેના અંગ્રેજી ભાષાના એકાઉન્ટ પર એક પોસ્ટમાં, એજન્સીએ જણાવ્યું હતું કે બીજા […]

સંઘર્ષ પછી ઈરાનથી 2,361 ભારતીયોને સુરક્ષિત સ્વદેશ પરત લાવવામાં આવ્યા: રણધીર જયસ્વાલ

નવી દિલ્હી, 17 એપ્રિલ 2026: વિદેશ મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરૂ થયો ત્યારથી 2,361 ભારતીય નાગરિકોને ઈરાનથી સુરક્ષિત રીતે સ્વદેશ પરત મોકલવામાં આવ્યા છે. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે આમાંથી 2,060 ભારતીયો આર્મેનિયા થઈને અને 301 અઝરબૈજાન થઈને પાછા ફર્યા છે. જયસ્વાલે જણાવ્યું હતું કે ભારતે […]

ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવવા માટે વપરાતા સમૃદ્ધ યુરેનિયમ સોંપવા સંમત થયું: ડોનાલ્ડ ટ્રમ્પ

નવી દિલ્હી, 17 એપ્રિલ 2026: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવવા માટે વપરાતા સમૃદ્ધ યુરેનિયમને સોંપવા માટે સંમત થયું છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે બંને દેશો શાંતિ કરારની નજીક છે. તેમણે કહ્યું કે જો કોઈ કરાર થાય છે, તો તેલની કોઈ અછત રહેશે નહીં. હોર્મુઝ […]

રશિયા અને ઈરાન પરના પ્રતિબંધોમાં આપેલી છૂટ અમેરિકા પાછી ખેંચશે

ન્યૂયોર્ક, 16 એપ્રિલ 2026: અમેરિકાએ ઈરાન અને રશિયા સામે કડક વલણ અપનાવતા તેલ નિકાસ પર આપેલી વિશેષ રાહત ખતમ કરવાનો મોટો નિર્ણય લીધો છે. અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટે સ્પષ્ટ કર્યું છે કે રશિયન અને ઈરાની તેલ પર જે 30 દિવસની છૂટ આપવામાં આવી હતી, તેને હવે આગળ લંબાવવામાં આવશે નહીં. નાણામંત્રીના જણાવ્યા અનુસાર, ઈરાન માટે […]

ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં અમેરિકા અને ઇઝરાયલના લક્ષ્યો સમાન છે: બેન્જામિન નેતન્યાહૂ

નવી દિલ્હી, 16 એપ્રિલ 2026: ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું છે કે ઇરાન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ સમાન ધ્યેયો ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે બંને દેશો ઇરાનના સમૃદ્ધ યુરેનિયમને દૂર કરવા અને મુખ્ય દરિયાઈ માર્ગો ફરીથી ખોલવા માટે કામ કરી રહ્યા છે. નેતન્યાહૂએ એમ પણ કહ્યું હતું કે ઇઝરાયલ […]

ઈરાને ચીની જાસૂસી સેટેલાઈટની મદદથી પશ્ચિમ એશિયામાં અમેરિકી સૈન્ય મથકોની કરી જાસૂસી

તેહરાન, 15 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાનની સૈન્ય ક્ષમતાઓને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાને ચીન પાસેથી ગુપ્ત રીતે એક અત્યાધુનિક જાસૂસી સેટેલાઈટ મેળવ્યો છે. આ સેટેલાઈટ દ્વારા ઈરાને સમગ્ર ક્ષેત્રમાં અમેરિકી સૈન્ય મથકો પર નજર રાખી હતી અને હુમલાઓ કરવા માટે વ્યૂહાત્મક ડેટા એકત્રિત કર્યો હોવાનો […]

હોર્મુઝની સુરક્ષા માટે બ્રિટન અને ફ્રાન્સનું માસ્ટર પ્લાનિંગ, અમેરિકા-ઈરાનને દૂર રખાયાં

ન્યૂયોર્ક, 15 એપ્રિલ 2026: મધ્ય પૂર્વના સંઘર્ષ બાદ બદલાતા જતા વૈશ્વિક સમીકરણો વચ્ચે યુરોપિયન દેશોએ એક મોટું પગલું ભર્યું છે. ઈરાન સાથેના સંઘર્ષ બાદ, ટ્રાન્સ-એટલાન્ટિક સંબંધોમાં આવેલા પરિવર્તનને પગલે યુરોપ હવે અમેરિકાની સીધી સંડોવણી વગર ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં શિપિંગ સુરક્ષિત કરવા માટેના પ્લાન પર કામ કરી રહ્યું છે. બ્રિટન અને ફ્રાન્સની આગેવાની હેઠળના આ પ્રસ્તાવ મુજબ, […]

તેહરાનને બેઠું થતા 20 વર્ષ લાગશે: ડોનાલ્ડ ટ્રમ્પ

ન્યૂયોર્ક, 15 એપ્રિલ 2026: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે ઈરાન સાથેનું યુદ્ધ હવે “લગભગ પૂર્ણતાના આરે” છે. ટ્રમ્પે અત્યંત આક્રમક અંદાજમાં જણાવ્યું હતું કે, જો અમેરિકા અત્યારે જ યુદ્ધ રોકીને પાછું હટી જાય, તો પણ ઈરાનને પોતાનું અસ્તિત્વ ફરી બેઠું કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code