Homeગુજરાતીદેશ-વિદેશસાઉદી અરેબિયા: અરામકોના પ્રશાસનિક પરિસર પર મિસાઈલ હુમલો, ટ્રમ્પે ઈરાનને ગણાવ્યો નિષ્ફળ...

સાઉદી અરેબિયા: અરામકોના પ્રશાસનિક પરિસર પર મિસાઈલ હુમલો, ટ્રમ્પે ઈરાનને ગણાવ્યો નિષ્ફળ દેશ

ન્યૂયોર્ક, 14 ઓક્ટોબર 2026: સાઉદી અરેબિયાના ધહરાન શહેરમાં દુનિયાની સૌથી મોટી તેલ કંપની ‘સાઉદી અરામકો’ના પ્રશાસનિક પરિસર પર મોટો હુમલો થયો છે. યમનના હૂતી વિદ્રોહીઓએ બેલિસ્ટિક મિસાઈલો વડે અરામકોના આ મુખ્ય પરિસરને નિશાન બનાવ્યું હતું. આ મિસાઈલ હુમલાના કારણે અરામકોના ઓફિસ ટાવરના ઉપરના ત્રણ માળને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ રાહતની વાત એ છે કે આ ગંભીર હુમલામાં સદ્ભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. સુરક્ષા દળોએ તાત્કાલિક ધોરણે પરિસરને ખાલી કરાવીને સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી.

આ ઘટના બાદ વૈશ્વિક સ્તરે રાજદ્વારી હલચલ તેજ થઈ ગઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હૂતી વિદ્રોહીઓના આ હુમલાની આકરી નોંધ લીધી છે. તેમણે હૂતીઓને સખત ચેતવણી આપતા આ મુદ્દે તુર્કીના રાષ્ટ્રપતિની મદદ લેવાની અને ઈરાનને ‘નિષ્ફળ દેશ’  ગણાવતા આ મામલે યોગ્ય અને કડક પગલાં ભરવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. બીજી તરફ, સતત વધી રહેલા હુમલાઓ અને તણાવ વચ્ચે ઈરાને પ્રતિક્રિયા આપતા સાઉદી અરેબિયા અને હૂતી વિદ્રોહીઓ વચ્ચે મધ્યસ્થતા કરીને આ વિવાદનો રાજદ્વારી ઉકેલ લાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ હુમલા બાદ મધ્ય પૂર્વમાં તેલની સુરક્ષા અને રાજકીય સ્થિરતા અંગે ચિંતાઓ વધી ગઈ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular