નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર 2026: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના એ પ્રસ્તાવને ફગાવી દીધો છે, જેમાં હોરમૂઝની સામુદ્રધુનીને સાત દિવસમાં ખોલવા અને આ ક્ષેત્રમાં ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવાની માંગ કરવામાં આવી હતી. અમેરિકી અધિકારીઓને ટાંકીને એક અમેરિકી અખબારે આ અહેવાલ આપ્યો છે. ઈરાન હાલમાં અમેરિકા તરફથી સત્તાવાર પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યું છે.
ઈરાને પ્રસ્તાવ મૂક્યો હતો કે તમામ મોરચે દુશ્મનાવટ સાત દિવસની અંદર બંધ કરવામાં આવે. તેણે અમેરિકાને ઈરાની બંદરો પરનો અવરોધ (નાકાબંધી) હટાવવા, ઈરાનના સ્થગિત ભંડોળને મુક્ત કરવા અને તેના તેલ પરના પ્રતિબંધો હળવા કરવા માટે આહ્વાન કર્યું હતું. આ પગલાં બાદ હોર્મુઝની સામુદ્રધુની ફરીથી ખોલવાની વાત હતી.
દરમિયાન, ઈરાકે ઈરાની એરલાઈન્સને નિશાન બનાવતા અમેરિકી પ્રતિબંધોમાંથી તેના કેટલાક એરપોર્ટ માટે છૂટછાટની માંગ કરી છે. ઈરાકના વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, સરકાર તબીબી સારવાર, શિક્ષણ અને ધાર્મિક યાત્રાઓ જેવી માનવીય અને નાગરિક જરૂરિયાતો માટે હવાઈ સેવાઓ ફરી શરૂ કરવા અંગે અમેરિકા સાથે વાતચીત કરી રહી છે.
ઈરાની એરલાઈન્સને સેવા પૂરી પાડતી કંપનીઓ અને એરપોર્ટ્સ પર અમેરિકાના પ્રતિબંધોની આશંકા વચ્ચે ઈરાનથી ઈરાક આવતી ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે.
અગાઉ, યમનમાં સાઉદી-આગેવાની હેઠળના ગઠબંધને જણાવ્યું હતું કે તેણે સાઉદી અરેબિયા તરફ છોડવામાં આવેલા બે બેલિસ્ટિક મિસાઇલ અને બે ડ્રોનનો નાશ કર્યો છે.
આ હુમલા રિયાધમાં સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કીના લશ્કરી વડાઓની બેઠક બાદ થોડા કલાકોમાં થયા હતા. આ ત્રણેય દેશોએ 7 ઓગસ્ટ, 2026ના રોજ ‘મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર’ પર હસ્તાક્ષર કર્યા હતા, જે અંતર્ગત તેમનામાંથી કોઈપણ એક પર થનારા સશસ્ત્ર હુમલાને ત્રણેય પરનો હુમલો ગણવામાં આવશે.
વધુ વાંચો: નશાની લતથી અસરગ્રસ્ત બાળકોના રક્ષણ અને પુનર્વસન માટે અસરકારક પગલાં જરૂરી: CJI સૂર્યકાંત


