Site icon Revoi.in

ઈરાને ફારસી ખાડીમાં યુનાનના બે ઓઈલ ટેન્કર કર્યા જપ્ત 

Social Share

દિલ્હી:ઈરાનના અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડે શુક્રવારે ફારસની ખાડીમાં યુનાનના બે ઓઈલ ટેન્કરો જપ્ત કર્યા છે.આ કાર્યવાહી ત્યારે કરવા આવી જયારે યુનાનએ ભૂમધ્ય સમુદ્રમાં પ્રતિબંધોના કથિત ઉલ્લંઘન બદલ ઈરાની ઓઈલ ટેન્કરને જપ્ત કરવામાં અમેરિકાની સહાયતા કરી.

રિવોલ્યુશનરી ગાર્ડે આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચે ઈરાનના ઝડપથી વધી રહેલા પરમાણુ કાર્યક્રમને લઈને મંત્રણામાં મડાગાંઠને લઈને તણાવ વધી ગયો છે.ગાર્ડે તેની વેબસાઈટ પર એક નિવેદન બહાર પાડ્યું હતું,જેમાં અજાણ્યા ટેન્કરો પર ઉલ્લંઘનનો આરોપ મૂક્યો હતો પરંતુ વિગતો આપી નથી.

યુનાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે તેણે ફારસની ખાડીમા યુનાનના ધ્વજ વાળા બે જહાજોના હિંસક રૂપથી કબ્જામાં લેવાથી લઈને ઈરાનના રાજદૂત સમક્ષ સખત વાંધો નોંધાવ્યો છે.