Site icon Revoi.in

પાકિસ્તાનની જમીન પર ફાલીફૂલી રહ્યા છે આતંકીઓ, મોટી કાર્યવાહીની શક્યતા: ઈરાન

Social Share

પાકિસ્તાનની ધરતી પર ફાલીફૂલી રહેલા આતંકવાદ વિરુદ્ધ માત્ર ભારત જ કાર્યવાહી કરી રહ્યું નથી. પરંતુ ઈરાન પણ પાકિસ્તાનની ધરતીમાં ફાલીફૂલી રહેલા આતંકવાદી જૂથોના ઠેકાણા નષ્ટ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. ભારત અને પાકિસ્તાનના સંઘર્ષ વચ્ચે ઈરાનની સેનાએ પાકિસ્તાન ખાતેના આતંકી જૂથો વિરુદ્ધ કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે, કારણ કે પાકિસ્તાન કાર્યવાહી કરી શકવા માટે અસમર્થ છે.

આઈઆરજીસી કુર્દ સેનાના પ્રમુખ જનરલ કાસિમ સોલેમાનીએ પાકિસ્તાની સરકાર અને તેમના સૈન્ય પ્રતિષ્ઠાનોને કડક ચેતવણી આપી છે. જનરલ સોલેમાનીએ કહ્યુ છેકે મારો પાકિસ્તાનની સરકારને એ સવાલ છે કે તમે કઈ તરફ જઈ રહ્યા છો? તમે તમારા તમામ પાડોશી દેશોની સીમા પર અશાંતિ ફેલાવી રાખી છે. શું તમારો કોઈ એવો પાડોશી દેશ બચ્યો છે કે જ્યાં તમે અસુરક્ષા ફેલાવવા ચાહતા ન હોય?

જનરલ સોલેમાનીએ કહ્યુ છે કે તમે એ છો કે તમારી પાસે પરમાણુ બોમ્બ છે. પરંતુ તમારી જમીન પર આતંકવાદી જૂથોને ખતમ કરી શકતા નથી. આવા આતંકીઓની સંખ્યા સેંકડોમાં છે. તેની સાથે જ જનરલ સોલેમાનીએ એમ પણ કહ્યુ છે કે પાકિસ્તાનને ઈરાનની ધીરજની પરીક્ષા લેવી જોઈએ નહીં.

મહત્વપૂર્ણ છે કે ગત કેટલાક વર્ષોમાં ઈરાન અને ભારતની વચ્ચે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં સહયોગ વધ્યો છે. આશા કરવામાં આવે છે કે બંને દેશોના વિદેશ મંત્રાલયો વચ્ચે થનારી વાતચીતમાં પણ આતંકવાદનો મુદ્દો સૌથી ઉપર રહે તેવી શક્યતા છે. જોકે આ વાતચીત ગત સપ્તાહે થવાની હતી. પરંતુ પાકિસ્તાન અને ભારત વચ્ચે ટકરાવને કાણે વિદેશ સચિવ વિજય ગોખલેએ ઈરાનની મુલાકાતને ટાળી દીધી હતી.