- યાત્રીઓ હવે સરળતાથી ટિકિટ બુક કરી શકશે
- રેલમંત્રી આજે નવી વેબસાઈટ લોંચ કરશે
- આ વેબસાઈટમાં એક સાથે 10 હજાર ટિકિટ બુક કરાશે
દિલ્હીઃ-ટ્રેનમાં મુસાફરી માટે ઓનલાઇન ટિકિટ બુક કરાવવી હવે તો હવે કોઈ મુશ્કેલી થશે નહીં. આ માટે નવી વેબસાઇટ તૈયાર કરવામાં આવી છે. એક મિનિટમાં દસ હજાર યાત્રા ટિકિટ આ વેબસાઇટ પરથી બુક કરાવી શકાશે. હાલમાં એક મિનિટમાં 7500 ટિકિટ બુક થઈ શકે છે. ગુરુવારે કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુષ ગોયેલ આ નવી વેબસાઇટ લોંચ કરશે.
રેલ્વે મંત્રાલયનું કહેવું છે કે ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન ની વેબસાઇટ અને એપ્લિકેશનના અપગ્રેડ થવાથી મુસાફરો પહેલા કરતા વધુ ઝડપથી ટિકિટ બુક કરાવી શકશે. આ વેબસાઇટ પર યાત્રીઓની ખાવા પીવા સહિતની અન્ય સુવિધાઓ પણ ઉમેરવામાં આવી છે.
કેન્દ્રીય રેલ્વે મંત્રીએ એક નિવેદન દ્વારા કહ્યું કે, આઈઆરસીટીસીની વેબસાઈટ અપગ્રેડેશનથી ટિકિટનું બુંકિંગ ઝડપી બનશે, તમારી પસંદની યાત્રાની ટિકિટ તમે બુક કરાવી શકશો.
ઉલ્લેખનીય છે કે, આઈઆરસીટીસીની સાઇટ પર ખૂબ લોડ હતો,બુકિંગ શરૂ થતાંની સાથે જ વેબસાઇટ ધીમી પડી જતી. જેના કારણે ટિકિટ બુકિંગ થઈ શક્યું ન હતું. ત્યારે હવે યાત્રીઓની આ સમસ્યા હલ થઈ ગઈ છે જેથી ઓનલાઇન ટિકિટ બુકિંગ સરળ થઈ શકે.
સાહિન-