Site icon Revoi.in

શું ચીનમાં રોકાણ કરવું જોખમી છે? જાણો જાપાન દ્વારા ચીનમાં કરવામાં આવેલું રોકાણ કેવી રીતે ડૂબી ગયું

Social Share

દિલ્હી :ચીનમાં જાપાન દ્વારા કરવામાં આવેલા રોકાણને ભારે નુક્સાન થયું છે. વાત સાચી છે. ચીનમાં જાપાનના સોફટ બેંક ગ્રુપ કોર્પોરેશન દ્વારા કરોડો ડોલરનું રોકાણ કરવામાં આવ્યું હતું પણ હવે તે રોકાણ પર પાણી ફરી ગયું છે અને જુલાઈ અને સપ્ટેમ્બરમાં તો ભારે નુક્સાન સહન કરવું પડ્યું છે.

જાપાનના ટેક્નોલોજી ગ્રુપે માહિતી આપી છે કે,તેણે નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં 397.9 બિલિયન યેન એટલે કે 3.5 અમેરિકન ડોલર ગુમાવ્યા છે જે સામે ગયા વર્ષના સમાન સમયગાળામાં 627 બિલિયન યેનનો નફો હતો.

સોફ્ટબેંકે જણાવ્યું હતું કે,વિઝન ફંડ નામના તેના ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોને નુકસાન થયું છે જેમાં દક્ષિણ કોરિયન ઓનલાઈન રિટેલર કૂપંગમાં તેના હિસ્સાના મૂલ્યનો સમાવેશ થાય છે. જોકે સોફ્ટબેન્કને સેનફ્રાન્સિસ્કો સ્થિત ઓનલાઈન ફૂડ-ઓર્ડરિંગ સર્વિસ DoorDash માં શેરમાં લાભ થયો છે.

સોફ્ટબેંકે અહેવાલ આપ્યો છે કે ટેક્નોલોજી ક્ષેત્રે ચીનમાં તાજેતરની કાર્યવાહીએ ચીનના શેરના ભાવને અસર કરી છે. તેના ચીફ એક્ઝિક્યુટિવ માસાયોશી સને અહેવાલ આપ્યો છે કે સોફ્ટબેંકના વિઝન ફંડે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 1 ટ્રિલિયન યેન (9 Billion USD) ગુમાવ્યા છે.