- સીએનજી કારનો ઉપયોગ કરનારા લોકો ચેતી જાવ
- દુર્ધટના ન થાય તે માટે આ રીતે લો પગલા
- સીએનજીની સાથે સાવચેતી પણ જરૂરી
દિલ્હી :આજકાલ મોટાભાગની ગાડીઓમાં લોકો સીએનજી કીટ ફીટ કરાવતા હોય છે, અને કારણ હોય છે કે ગાડીની એવરેજ. સીએનજીમાં ગાડીની વધારે એવરેજ આવે તે માટે લોકો સીએનજી કીટને ફીટ કરાવતા હોય છે પંરતુ તે બાદ ધ્યાન રાખવું પણ જરૂરી બની જાય છે, નહી તો દુર્ધટના થવાની સંભાવનાઓ પણ રહેલી છે.
CNG કાર વાળા ગ્રાહકોએ કેટલીક જરૂરી બાબતોને ધ્યાનમાં લેવી જોઇએ. ઘણાં લોકો કંપની ફિટેડ CNG કાર ન લઇને કોઇ લોકલ શૉપ પર કિટ લગાવી લે છે. ઓરિજિનલ કંપની ફિટેડ CNG કિટની અડધી કિંમતે લોકલ CNG કિટ મળી જાય છે. આ જ કારણ છે કે લોકો બહારથી લોકલ કિચ લગાવડાવે છે.
લોકલ સીએનજી કિટ લગાવવાનું ટાળવુ જોઇએ. ગ્રાહકોને વધુ સારી ક્વોલિટીવાળી કિટ જ લગાવવી જોઇએ કારણ કે તેમાં ઉપયોગમાં લેવામાં આવતી એક-એક વસ્તુ ઉમદા ક્વોલિટીની હોય છે. તેવામાં આગ લાગવાનું જોખમ ઘણું ઓછુ હોય છે.
CNG વાળી કારમાં સ્મોકિંગ કરવું પણ જીવલેણ સાબિત થઇ શકે છે કારણ કે CNG કિટમાંથી જરાં પણ લીકેજ થઇ જાય તો કારમાં વિસ્ફોટ થઇ શકે છે અને જોતજોતામાં કાર રાખ થઇ શકે છે. કારની સર્વિસની જેમ જ CNG કિટનું પણ સર્વિસિંગ સમયે સમયે કરાવવુ જોઇએ. તેનાથી CNG વાળી કારમાં આગ લાગવાનું જોખમ ટાળી શકાય છે.