- ઇસબગુલના છે અનેક ફાયદા
- પેટ માટે છે રામબાણ ઈલાજ
- અનેક રોગોને કરે છે દૂર
તમે ઘરના ઘણા વડીલોને ઇસબગુલ અને તેના ભુક્કાનો ઉપયોગ કરતા જોયા હશે. ઇસબગુલને આયુર્વેદમાં પેટની બધી સમસ્યાઓ માટેનો ઉપચાર માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો ઇસબગુલ શું છે અને તેના ફાયદા શું છે?તો ચાલો જાણીએ તેના ફાયદા વિશે.
ખરેખર,ઇસબગુલએ પ્લાન્ટાગો ઓવાટા નામના છોડનું બીજ છે. આ છોડ ઘઉંના છોડ જેવો જ દેખાય છે. તેમાં નાના-નાના પાંદડા અને ફૂલો પણ હોય છે. આ છોડ પર ઉગાડવામાં આવતા બીજ સફેદ રંગની સામગ્રીથી ઢંકાયેલા હોય છે. આ સફેદ પદાર્થને ઇસબગુલનો ભુક્કો કહેવામાં આવે છે. ઇસબગુલના દાણા અને ભુક્કામાં ઘણા ઓષધીય ગુણધર્મો જોવા મળે છે. પરંતુ મોટાભાગના લોકો તેની ભૂકીનો ઉપયોગ બધી સમસ્યાઓમાં કરે છે.
ફાઈબર યુકત હોય છે ઇસબગુલનો ભુક્કો
ઇસબગુલના ભુક્કામાં વિપુલ પ્રમાણમાં ફાઈબર હોય છે. તે પાચન સમસ્યાઓમાં ખૂબ અસરકારક છે. ઇસબગુલના ભુક્કાનું સેવન કરવાથી ગેસ, એસિડિટી, મરડો, કબજિયાત, ઝાડા વગેરેમાં રાહત મળે છે. ઇસબગુલનો ભુક્કો કોઈપણ વયના લોકો દ્વારા પીવામાં આવે છે.
ડાયાબિટીસમાં મદદરૂપ
ડાયાબિટીઝના દર્દીઓ માટે ઇસબગુલનો ભુક્કો પણ ખૂબ ફાયદાકારક છે. ઘણા સંશોધનોમાં એ સાબિત થયું છે કે, ડાયાબિટીઝના દર્દીઓ માટે ફાઈબરથી ભરપૂર આહાર ખૂબ ફાયદાકારક છે. આ ઇન્સુલિન અને બ્લડ સુગરનું પ્રમાણ ઘટાડે છે,જેના કારણે ડાયાબિટીઝ નિયંત્રણમાં છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
આજકાલ વજન વધવું એ પણ એક મોટી સમસ્યા છે,આ કારણે ઘણી સમસ્યાઓ લોકોને ઘેરી લે છે.એવામાં ઇસબગુલ તમારું વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે. તેને ખાધા પછી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે,જેના કારણે તમે બિનજરૂરી ખાવાથી બચી શકો છો.
દેવાંશી