સાહિન મુલતાનીઃ-
- રમઝાન માસનો આજથી આરંભ
- આજે પર્થમ રોજો
- જાણો રોજામાં કઈ બાબતોનું રાખવું ધ્યાન
આજથી ઈસ્લામના પવિત્રા સામ રમજાનનો આરંભ થઈ ચૂક્યો છે આજે પ્રથમ રોજો રાખવામાં આવ્યો છે વિતેલી રાત્રે ચાંદ રાત હોવાથઈ ઈસ્લામિકની પ્રથમ તરાવીની નમાઝમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે આજે પહેલો રોજો છે જો કે ગરમીમા રોજા રાખવા ખરેખર હિમ્મતનું કાર્ય છે,જો કે રોજા દરમિયાન તમારે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
ઈસ્લામમાં રમઝાનને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, તે ઈસ્લામિક કેલેન્ડરનો નવમો મહિનો છે, રમઝાન છે. કુરાનની ઉજવણી માટે પણ એક પ્રસંગ માનવામાં આવે છે. આ દરમિયાન તમામ ઇસ્લામિક લોકો રોજા રાખે છે. રમઝાનના રોઝાનો પ્રથમ ચાંદ થી આરંભ થાય છે.
જાણો શું છે શહેરી અને ઈફ્તારી
સવારે 5 વાગ્યા આ,સપાસ પહેલા શેહરી કરવાની હોય છે જેમાં તમે ગમે કે ખાઈ પી શકો છો ત્યાર બાદ નક્કી કરેલા ટાઈમ ટેબલ અનુસાર રોઝો શરુ થાય છએ જે સાંજે મગરિબની અઝાન અટલે કે સંધ્યા કાળે ખજૂર પાણીને ગ્રહણ કરીને રોઝો ખોલવામાં આવે છે, સવારના ભોજનને શહેરી અને રાત્રીના ભોજનને ઈફ્તારી તરીકે ઓળખવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે ‘રમઝાન’ મહિનામાં જન્નતના દરવાજા ખોલવામાં આવે છે અને જેઓ ઉપવાસ રાખે છે તેમને જ જન્નત મળે છે. ઇસ્લામના પયગમ્બરના મતે ‘રમઝાન’ મહિનાનો પહેલો અશરા એટલે કે પહેલા દસ દિવસ જે રહેમત એટલે અલ્લાહની દયાના દિવસો છે , બીજો અશરા મગફિરતના એટલે કે માફી માંગવાના અને ત્રીજો આશરા નરકમાંથી મુક્તિનો છે. આ મહિનો પ્રેમ અને સંયમનો ધોરણ છે, તેથી જ કહેવામાં આવ્યું છે કે દરેક મુસ્લિમે ‘રોઝા’ રાખવા જ જોઈએ.
રોજા દરમિયાન આ બાબતોનું રાખો ધ્યાન