Site icon Revoi.in

તમારા ખિસ્સામાં રહેલી રૂ.500ની નોટ નકલી તો નથી ને?, RBIના રિપોર્ટમાં થયો મહત્વનો ખુલાસો

Social Share

દિલ્લી: RBI દ્વારા હાલમાં જ જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં 500 રૂપિયાની નોટને લઈને મહત્વની જાણ કરવામાં આવી છે. RBIના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નકલી નોટનું ચલણ માર્કેટમાં ફરીવાર વધી રહ્યો છે. ગયા વર્ષે 5.45 કરોડની નકલી નોટ પકડવામાં આવી છે. વર્ષ 2016માં કરવામાં આવેલી નોટબંદી પછી સરકાર દ્વારા નવા ચલણને છાપવામાં આવ્યું હતુ.

આ નવા ચલણને લઈને દાવા કરવામાં આવ્યા હતા કે આ ચલણમાં ફીચર વધારે છે અને તેના કારણે તેનું નકલી છાપકામ વધારે મુશ્કેલી છે. પણ RBIના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નકલી નોટોના ચલણમાં ધરખમ વધારો થયો છે.

નાણાકીય વર્ષ 2019-20માં, 500 રૂપિયાની 30,054 નકલી નોટો પકડાઇ હતી, જ્યારે નાણાકીય વર્ષ 2020-21માં 39,453 નકલી નોટો પકડાઇ છે. જોકે, અન્ય કરન્સીની નકલી નોટોની સંખ્યામાં ઘટાડો થયો છે. રિપોર્ટ અનુસાર, નાણાંકીય વર્ષ 2020-21માં કુલ 2,08,625 નકલી નોટો પકડાઇ છે, જેમાંથી 8107 નોટો એટલે કે લગભગ 4 ટકા નકલી નોટો આરબીઆઈ દ્વારા પકડી લેવામાં આવી છે, જ્યારે બેંકો પાસે 2,00,518 નોટો છે એટલે કે લગભગ 96 ટકા નકલી નોટો. આ સિવાય 2000 રૂપિયાની 8,798 નકલી નોટો બેંકોએ પકડી છે.

જો કે, નંબરોની વાત કરીએ તો, નાણાકીય વર્ષ 2020-21માં 100 રૂપિયાની મહત્તમ નકલી ચલણી નોટો પકડાઇ છે. રિપોર્ટ અનુસાર, 100 રૂપિયાની 1,10,736 નોટો પકડાઇ છે, જેની કુલ કિંમત 1,10,73,600 રૂપિયા સુધીની છે. જો કે, આ સંખ્યા પણ પાછલા નાણાકીય વર્ષ કરતા ઓછી છે. ગયા નાણાકીય વર્ષ 2019-20માં 100 રૂપિયાની 1,68,739 નોટો જપ્ત કરવામાં આવી હતી. જેનો અર્થ છે કે કુલ મૂલ્ય 1,68,73,900 રૂપિયા છે.

…..