Site icon Revoi.in

દિવાળીના પર્વ પર ઈઝરાયલના બંઘકો માટે આશાના દિવડાઓ પ્રગટાવવા ઈઝરાયેલના રાજદૂતની ભારતના લોકોને અપીલ

Social Share

દિલ્હીઃ- ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા એક મહિનાથી યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે આવી સ્થિતિમાં ઈઝરાયલના ઘણા લોકો બંઘક છે ત્યારે હવે ભારતમાં ઈઝરાયલના રાજદૂતે ભારતીયોને એક ખાસ અપીલ કરી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે  ઇઝરાયેલ દ્વારા બંધક બનાવવામાં આવેલા લોકોને હમાસ દ્વારા હજુ સુધી છોડવામાં આવ્યા નથી.હમાસના હજુ પણ 240 લોકો કેદમાં છે. દરમિયાન, ઇઝરાયેલના રાજદૂતે ભારતને અપીલ કરી છે કે અહીંના લોકોએ દિવાળી પર ઇઝરાયેલના બંધકો માટે આશાનો દીવો પ્રગટાવવો જોઇએ.

ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને ટ્વિટર પરની પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ભગવાન રામના પુનરાગમનની યાદમાં દીવો પ્રગટાવીને દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ અવસર પર આપણા નજીકના લોકોના પરત આવવાની આશામાં દીવો પણ પ્રગટાવવો જોઈએ. છે.”ગિલોને કહ્યું કે અમારા 240 નજીકના લોકો એક મહિનાથી હમાસના આતંકવાદીઓ પાસે બંધક છે. આ દિવાળીએ અમે તમને અપીલ કરીએ છીએ કે જેઓ અમને પ્રેમ કરે છે તેમના પાછા આવવાની આશામાં દીવો પ્રગટાવો.
ઉલ્લેખનીય છે કે  7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઈઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 1400થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે. આ સાથે હમાસે ઘણા ઈઝરાયેલ અને વિદેશીઓને બંધક બનાવ્યા હતા. કતારની મધ્યસ્થી બાદ હમાસે આમાંથી ચાર બંધકોને મુક્ત કર્યા છે. જેમાં બે અમેરિકન અને બે ઈઝરાયેલના નાગરિકોનો સમાવેશ થાય છે. જો કે, ઇઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટી પર સતત હુમલાને જોતા હમાસે હજુ સુધી વધુ બંધકોને છોડ્યા નથી ત્યારે આ દરમિયાન ઈઝરાયલના રાજદૂતે દિવાળીના પર્વ પર ભારતના લોકોને દિવો પ્રગટાવી આશાની અપીલ કરી છે.