Site icon Revoi.in

પાકિસ્તાનમાં શીખ યુવતીના ધર્મ પરિવર્તનનો મામલોઃCMએ ઈમરાન ખાન પાસે કાર્યવાહીની માંગ કરી

Social Share

પાકિસ્તાનમાં શીખ છોકરીના ધર્મપરિવર્તનનો મુદ્દો વધુને વધુ જોર પકડી રહ્યો છે. પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે કહ્યું કે, પાકિસ્તાનના નનકાના સાહિબમાં શિખ યૂવતીના અપહરણ અને ધર્મ પરિવર્તનની આ ચોંકાવનારી ઘટના છે. આ કેસમાં ગુનેગારો સામે કાર્યવાહી માટે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સાથે વાત કરવામાં આવી છે. સીએમ અમરિંદર સિંહ, વિદેશ મંત્રી એસ.જયશંકરને આ મામલાને તેમના પાકિસ્તાની સમકક્ષ પાસે ઉઠાવવાની અપીલ કરી.

અગાઉ મળેલી માહિતી મુજબ પાકિસ્તાનમાં શીખ યૂવતીનું પાકિસ્તાનના નનકાના સાહિબથી અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી બળજબરીથી ધર્મપરિવર્તન કરવામાં આવ્યું હતું. તેના પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે યૂવતીનું બળજબરીપૂર્વક ધર્માંતરણ કર્યા બાદ લગ્ન તેના મુસ્લીમ યૂવક સાથે લગ્ન કરાવવામાં આવ્યા હતાં. આ દરમિયાન યુવતીના લગ્નનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો..

વીડિયોમાં તે યૂવતી એક યૂવકની બાજુમાં બેઠેલી જોવા મળી રહી છે. યુવતીની ઓળખ જગજીત કૌર તરીકે થઈ છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તે કોઈ પણ  દબાણ વગર છોકરા સાથે લગ્ન કરી રહી છે. ત્યારે નોંધાયેલી ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું  છે કે યૂવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું, જ્યારે તેના ધર્મપરિવર્તન વિશે કંઇ કહેવામાં આવ્યું નથી