Site icon Revoi.in

કોરોનાના વધતા વ્યાપને જોતા આઈટી કંપનીઓએ જૂન મહિના સુધી વર્ક ફ્રોમ હોમની સુવિધા લંબાવી

Social Share

દિલ્હી – સમગ્ર દેશ ફરી એક વખત કોરોનાના ઝપેટમાં આવ્યો છે, દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના સતત કેસો વધી રહ્યા છે.વધતા કેસોને લઈને અનેક મોટી કંપનીઓ અને કામદાર લોકોમાં ભયનો માહોસ જોવા મળી રહ્યો છ્ ,ત્યારે દેશની કેટલીક મોટી આઈટી કંપનીઓએ વર્ક ફ્રોમ હોમની જે સુવિધા આપી હતી તેને જૂન 2021 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.

આઈટી કેપનીઓએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો હવાલો આપતા દરેક કર્મીઓને 31 માર્ચ સુધી ઓફીસમાં આવીને વર્ક કરવા જણાવ્યું હતું, પરંતુ કોરોનાના વધતા જતા કેસોને લઈને કંપનીએ કર્મચારીઓને ઓફીસ ન આવવાના આદેશ આપ્યા છે.

કંપનીઓ તેમના કર્મચારીઓને ઇમેઇલ દ્વારા આ બાબતે માહિતી મોકલી છે. આઇટી કંપનીઓને જોતા હવે રાજ્ય સરકારના કર્મચારીઓ પણ ઘરેથી કામ કરવાની માંગણી કરી રહ્યા છે. કર્મચારીઓનું કહેવું છે કે સરકારી કચેરીઓમાં આવતા લોકો પર કોઈ પ્રતિબંધ નથી. આવી સ્થિતિમાં, સંક્રમણ વધુ ફેલાવાની સંભાવના છે.

તાજેતરમાં, પૂર્વ બેંગ્લોરની એક અગ્રણી આઇટી સર્વિસ મેનેજમેન્ટ કંપનીએ તેના કર્મચારીઓને 31 માર્ચથી કામ પર પાછા ફરવાના આદેશ આપ્યા હતા. પરંતુ આ પહેલા કંપનીએ કર્મચારીઓને ઇમેઇલ દ્વારા ઓફિસ ન આવવા માટે જણાવી દીધુ છે. કંપનીએ ઘરથી કામ કરવાની સુવિધા ત્રણ મહિના માટે વધારી દીધી છે. નૈસકોમના વાઇસ પ્રેસિડેન્ટ એસ વિશ્વનાથને જણાવ્યું હતું કે મોટાભાગની કંપનીઓએ ઘરથી કામ કરવાની સમય મર્યાદા જૂન સુધી તો કેટલીક કંપનીઓ એ સપ્ટેમ્બર સુધી વધારી છે.

સાહિન-