Site icon Revoi.in

આ ગામમાં યુવકને લગ્ન માટે  છોકરી મળવી મુશ્કેલ,કારણ જાણીને તમે પણ ચોંકી જશો, જાણો શું છે આના પાછળની હકીકત

Social Share

આપણે સૌ કોઈએ અવનવા ગામો વિશે સાંભળ્યું હશે, કોઈને કોઈ ગામની વિશેષતા કે રિવાજ કે પછી ડરામણી હકીકતો વિશે જો કે આજે પણ કંઈક આવાજ ગામની વાત કરવા જઈ રહ્યા છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ ગામ તેના માટે ઓળખાય છે કે અહી કોઈ યુવકના લગ્ન નથી થતા આ પાછળ ના કારણો જાણીને તમને પણ આશ્ચર્ય તો થશે જ તો ચાલો જાણીએ આ ગામ વિશેની વાત.

આ ગામ આવેલું છે જમશેદપુર જિલ્લા મુખ્યાલયથી 100 કિમી દૂર બહરાગોરા બ્લોકની ખંડમૌડા પંચાયતના બડાડહર ગામની છે આ વાત . ગામમાં પહોંચવા માટે, તમારે બે કિમી ટ્રેકિંગ કરવું પડે છે. ગામમાં પ્રાથમિક સુવિધાઓનો  હાલ પણ ઘણો અભાવ છે. આ કારણથી ગામમાં ઘણા વર્ષોથી કોઈ છોકરાના લગ્ન થયા નથી. આ ગામ હવે કુંવારોંના ગામ  તરીકે  પણ જાણીતુ થવા લાગ્યું છે.

ગામની સ્થિતી જાણે એવી છે કે  આ ગામમાં કોઈ પિતા પોતાની દીકરીના લગ્ન કરવા રાજી થતા નથી તેઓ અહી પોતાની દિકરીને લાવવા જ માંગતા નથી . કેટલાક યુવકો ગામની બહાર આવ્યા અને લગ્ન કરીને ત્યાં જ વસી ગયા છે.

જેનું કારણ છે અહી સુવિધાનો અભાવ,ખાસ કરીને  વરસાદની મોસમમાં અહીંથી પસાર થતી ખાલ નદીનું જળસ્તર એટલું વધી જાય છે કે આખું ગામ ટાપુ બની જાય છે. ગ્રામજનો તેમના ઘરોમાં કેદ  રહેતા હોય છે. મહત્વની વાત એ છે કે અહી ચોમાસુ પહેલા ગામના લોકો પોતાના ઘરે અનાજ પાણી અને જરુરી વસ્તુઓનો સંગ્રહ કરી લે છે.

જો કેટલાક મીડિયા રિપોર્ટની વાત માનવામાં આવે તો અહીની સ્થિતિ કપરી બની જાય છે આ ગામના લોકો આખું વર્ષ મુશ્કેલીઓથી ઘેરાયેલા રહે છે. ગામમાં 20 પરિવારોમાં લગભગ 215 લોકો રહે છે.જો કે  ગામમાં સરકારી હેન્ડપંપ છે, ચાર વર્ષ પહેલા વડાના ફંડમાંથી સોલાર વોટર ટાવર પણ બનાવવામાં આવ્યો હતો, પરંતુ હેન્ડપંપ બિનઉપયોગી હાલ જોવા મળે  છે. 

આ ગામના લોકો પીવાના પાણી માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે. ગામથી 500 મીટર દૂર ખાલ નદીમાં પીવાના પાણી ભરવા માટે જાય છે. જો કે આ સહીત અહી આસપાસ નદીમાં કૂવા ખોદવામાં આવ્યા છે તેમાંથી ગ્રામજનો પાણી લે છે. વરસાદની મોસમમાં ફૂટપાથ પણ દેખાતી નથી વરરાજાને પણ ગામમાં આવવા માટે બે કિલોમીટર ચાલીને જવું પડે છે.

ગામમાં છોકરીના લગ્નનું આયોજન કરવામાં આવે તો વરરાજાને પણ ગામમાં પહોંચવા માટે બે કિલોમીટર ચાલીને જવું પડે છે. જો કોઈ બીમાર પડે છે, તો તેને એમ્બ્યુલન્સ સુધી પહોંચવા માટે ખાટલા પર લઈ જવામાં આવે છે. ગામમાં ન તો ગ્રામજનોને ઉજ્જવલા ગેસ યોજનાનો લાભ મળી રહ્યો છે કે ન તો સ્વચ્છ ભારત અભિયાન હેઠળ શૌચાલય. હાલમાં પણ ગ્રામજનો ખુલ્લામાં શૌચ કરે છે. 

વરસાદની ઋતુ નજીક આવતા જ મહિલાઓ પોતાના બાળકોને લઈને માતાના ઘરે જાય છે. જો પરિવારમાં પણ કોઈ ફંકશનનું આયોજન કરવામાં આવે તો મહેમાનો આખો દિવસ રોકાય છે અને રાત પડતા પહેલા જ નીકળી જાય છે.