Site icon Revoi.in

ફેક ન્યૂઝ પર કાયદો ઘડવાની આઈટી પેનલે કરી ભલામણ ,આ મામલે શિયાળું સત્રમાં આવી શકે છે નિર્ણય

Social Share

 

દિલ્હીઃ-  સોશિયલ મીડિયામાં કોઈ પણ સમાચાર તેના તથ્ય જાણ્યા વિના જ વાયરલ થી જતા હોય છે, ડિજીટલ પ્લેટફોર્મથી અનેક ફએક ન્યૂઝ ફેલાવવાનું પ્રમાણ વધ્તુ જોવા મળી રહ્યું છે, ત્યારે હવે ફેક ન્યૂઝ સામાન્ય લોકો માટે કેટલુંક જોખમ પણ સર્જેી રહ્યું છે. કેટલીક જગ્યાએ ચૂંટણી હિંસાથી લઈને નાની મોટી લડાઈઓ થઈ છે તેના કારણ આ પ્રકારના ફેક ન્યૂઝ છે.ત્યારે હવે આ મામલાઓને નિયંત્રણ હેઠળ લાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી ચૂકી છે.

આ મામલે સંસદીય પેનલ ઓન ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજીએ પરંપરાગત અને ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ માટે ઘણા સુધારાની ભલામણ કરી છે. પરિણામે સંસદના શિયાળુ સત્રમાં માહિતી અને ટેક્નોલોજી સંબંધિત વિશેષ અહેવાલ રજૂ કરવામાં આવી શકે છે.

મળતી માહિતી પ્રમાણે પેનલે તેના રિપોર્ટમાં પેઇડ ન્યૂઝ, ફેક ન્યૂઝ, ટીઆરપી ટેમ્પરિંગ, મીડિયા ટ્રાયલ, પક્ષપાતી રિપોર્ટિંગ જેવા મામલાઓનો ઉલ્લેખ કર્યો છે. ફેક ન્યૂઝ નિષ્ણાતોએ કહ્યું કે ફેક ન્યૂઝ મીડિયાની વિશ્વસનીયતા પર મોટો પ્રશ્નાર્થ  છે, તે સ્વસ્થ લોકશાહી માટે સારું નથી અને જો સ્વસ્થ લોકશાહીને યોગ્ય રીતે ચલાવવી હોય તો તે મીડિયાની સાચી માહિતીને કારણે જ છે. તે પ્રસરણ દ્વારા જ શક્ય છે.

મીડિયા રિપોર્ટની જો વાત માનીએ તો IT પેનલે તેના અહેવાલમાં ટેલિવિઝન રેટિંગ પોઈન્ટનું મૂલ્યાંકન કરવા અને નકલી સમાચાર સામે લડવા માટે સમર્પિત કાયદો રજૂ કરવા માટે ‘રાષ્ટ્રવિરોધી’ વલણને વ્યાખ્યાયિત કરવા માટે વધુ સારી સિસ્ટમનો સમાવેશ કર્યો છે.