Site icon Revoi.in

મે મહિનામાં મોદી સરારના 9 વર્ષ થશે પુરા, તૈયારીના ભાગરુપે અનેક કલ્યાણકારી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરાશે

Social Share

દિલ્હીઃ- પ્રધઆનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી દેશની દશા અને દિશા બન્ને બદલાઈ છે,રોજગારી હોય કે આત્મનિર્ભર ભારત હોય કે પછી ડિજિટલ ક્ષેત્રમાં ભારત હોય તમામ મોર્ચે દેશ પ્રગતિ કરી રહ્યો છે.આ સહીત દેશની ત્રણેય સેનાઓ પણ વધુને વધુ મજબૂત બની રહી છે તો વિદેશ સાથેના ભારતના સંબંધો પણ ગાઢ બન્યા છે પરિણામે મોદી સરાકના અથાગ પ્રયત્નોથી આ શક્ય બન્યું છે ત્યારે આ મહિનામાં મોદી સરાકરની 9મી વર્ષગાઠ મે મહિનામાં આવી રહી છે.

મે મહિનામાં નવમા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહેલી મોદી સરકાર આ પ્રસંગની ઉજવણી માટે વ્યાપક રણનીતિ તૈયાર કરી રહી છે. સરકાર ગરીબોના કલ્યાણ માટે શરૂ કરવામાં આવેલી તેની યોજનાઓના લાંબા ગાળાના પરિણામો વિશે લોકોને જણાવવા માટે પ્રચાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ‘સેકન્ડ-ઓર્ડર ઇફેક્ટ’ એ દર્શાવે છે કે કેવી રીતે કલ્યાણકારી યોજનાઓ અથવા પગલાં, સીધી હકારાત્મક અસર સિવાય, લોકોને પરોક્ષ લાભ પણ લાવે છે.

સરકારનું ધ્યાન તે યોજનાઓને પ્રકાશિત કરવા પર રહેશે જેણે દેશભરમાં મોટી સંખ્યામાં લોકોના જીવનને સ્પર્શ્યું છે અને તેમના જીવનધોરણને ઉન્નત કર્યું છે.2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપ પ્રચાર માટે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં વ્યસ્ત છે, જેમાં તે કલ્યાણકારી યોજનાઓને સામેલ કરી શકે છે.

સૂત્રોએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આવી યોજનાઓમાંની એક છે. આ અંતર્ગત ગરીબ પરિવારોને મફત રાંધણ ગેસ કનેક્શન આપવામાં આવે છે. આનાથી કરોડો મહિલાઓને રસોઈમાં સગવડના રૂપમાં સીધો ફાયદો થયો છે, પરંતુ ધૂમ્રપાન રહિત અને સ્વચ્છ ઇંધણ આપીને તેમના સ્વાસ્થ્યમાં પણ સુધારો થયો છે. આ યોજનાઓ પર લોકોનું દ્રાન કેન્દ્રીત કરવામાં આવશે આ સહીત બીજેપી દ્રારા ઉત્સવ મનાવાશે તેની તૈયારીઓ પણ અત્યારથી જ કરવામાં આવી રહી છે.

મોદી સરકારે પોતાના કાર્યકાળમાં આટલા વિકાસના કાર્યો કર્યા છે

મોદી સરકારે દેશભરમાં કરોડો શૌચાલય બનાવ્યા છે. શહેરોથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી દરેક ઘરમાં પાકાં શૌચાલય બનાવવામાં આવ્યા છે. આનાથી માત્ર સ્વચ્છતા જ નહીં, પરંતુ ગંદકીને કારણે થતી અનેક બીમારીઓથી પણ મુક્તિ મળી. ગામડાના છેવાડા સુધી લોકોને પીવાના પાણીની સુવિધા કરવામાં આવી ઘર ઘર નળ વિકસાવવામાં આવ્યા દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે સરકારે નળના પાણીની યોજના શરૂ કરી છે. આ દ્વારા પહેલીવાર કરોડો ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચ્યું છે. રેલ્વેનો વિકાસ હાથ ધરવામાં આવ્યો જેમાં અનેક નવી ટ્રોના શરુ કરવામાં આવી , મહિલાઓ તથા દિકરીઓ માટે ભણતરને લઈને અનેક યોજનાઓ શરુ કરાઈ આ સહીત સેના જેવા ક્ષેત્રમાં પણ મહિલાઓને કાર્યરત કરાઈ.

 

Exit mobile version