Site icon Revoi.in

જેકબ બેથેલે ભારતીય અભિનેત્રી સાથેના સંબંધો અંગે મૌન તોડ્યું

Social Share

નવી દિલ્હી, 22 જુલાઈ 2026: ઈંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટર જેકબ બેથેલ ભારતીય અભિનેત્રી આદ્યા આનંદને ડેટ કરી રહ્યા હોવાના અહેવાલો છે. IPL 2026 બાદ સોશિયલ મીડિયા પર આ અંગે અટકળો શરૂ થઈ હતી; બંનેની તસવીરો વાયરલ થતાં તેઓ રિલેશનશિપમાં હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જોકે, આ બાબતે મૌન તોડતા બેથેલે આદ્યા સાથેના સંબંધો અંગેની તમામ અફવાઓને નકારી કાઢી છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં RCB માટે રમતા જેકબ બેથેલ તાજેતરમાં ‘ધ સુપર ઓવર પોડકાસ્ટ’માં જોવા મળ્યા હતા. આ પોડકાસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક ક્રિકેટર કાર્લોસ બ્રેથવેટ પણ તેમની સાથે જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન, બેથેલે આદ્યા સાથેના સંબંધો અંગેના અહેવાલોને માત્ર અફવા ગણાવીને ફગાવી દીધા હતા.

અમારી મુલાકાત…

જેકબ બેથેલે કહ્યું, “જ્યારે મેં સોશિયલ મીડિયા પર એવા અહેવાલો જોયા કે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે હું આદ્યા આનંદ સાથે રિલેશનશિપમાં છું, ત્યારે મને હસવું આવ્યું. હું આદ્યાને IPLની એક જાહેરાતના શૂટિંગ દરમિયાન મળ્યો હતો અને ત્યાર બાદ અમે ક્યારેય મળ્યા નથી. અમે મિત્રો બન્યા હતા અને સાથે એક તસવીર પણ પડાવી હતી. અમારી વચ્ચે રોમેન્ટિક સંબંધ જેવું કંઈ નથી; અમારા રિલેશનશિપમાં હોવા અંગેની તમામ અફવાઓ ખોટી છે.”

તે સમયે એવી ચર્ચા હતી કે જેકબ બેથેલ અને આદ્યા આનંદ બેંગલુરુ અને મુંબઈ વચ્ચેની મેચ દરમિયાન મળ્યા હતા. જેકબ બેથેલ કોઈ ભારતીય યુવતીને ડેટ કરી રહ્યા હોવાના અહેવાલોએ ઘણી ચર્ચા જગાવી હતી, પરંતુ હવે તેમણે આ બાબતે ખુલીને વાત કરી છે અને સંબંધ હોવાની અફવાઓને પાયાવિહોણી ગણાવીને નકારી કાઢી છે.

જ્યાં સુધી જેકબ બેથેલની વાત છે, તો તેને તાજેતરમાં ભારત સામેની વન-ડે શ્રેણીમાં રમતા જોવામાં આવ્યો હતો. શરૂઆતની બે વન-ડેમાં તેને સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ લોર્ડ્સ ખાતે રમાયેલી અંતિમ મેચમાં તેણે ૯૧ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી; ઈંગ્લેન્ડે તે મેચ ૨૭ રનથી જીતી લીધી હતી.

Exit mobile version