Site icon Revoi.in

રાજપૂત નેતા સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા બાદ આજે જયપુર બંધનું એલાન , સમર્થકો એ  યોગ્ય પગલાં ન  આપી લેવાઈ તો રાજ્યવ્યાપી બંધની ચીમકી 

Social Share

 

જયપુર – વિતેલા દિવસને મંગળવારના રોજ રાજપૂત કરણી  સેનાના નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી ત્યારે આજ રો જયપુર બંધનું એલાન કરવામાં આવ્યું છે અગ્રણી રાજપૂત નેતા સુખદેવ સિંહ ગોગામેડીનું તેમના ઘરમાં જ  ગોળીબારમાં મોત થયા બાદ તેમના સમર્થકોએ આજે ​​’જયપુર બંધ’નું એલાન આપ્યું છે.

 આ સહિત ગોગામેડીના સમર્થકોએ જો પગલાં લેવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી બંધની ચીમકી પણ આપી છે. જાણકારી અનુસાર  સીસીટીવી ફૂટેજ બતાવે છે કે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના નામના ફ્રિન્જ સંગઠનનું નેતૃત્વ કરી રહેલા ગોગામેડીને તેના લિવિંગ રૂમમાં તેની સાથે ચા પી રહેલા ત્રણ શખ્સોએ ગોળી મારી હત્યા કરી હતી.

ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે ગાઢ રીતે સંકળાયેલા ગેંગસ્ટર રોહિત ગોદારાએ ફેસબુક પોસ્ટમાં હત્યાની જવાબદારી લીધી છે. આ હુમલામાં ગોગામેડી અને તેના બે સાથીઓને ગોળી વાગી હતી, જે બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા
આ મામલે  પોલીસે જણાવ્યું કે એન્કાઉન્ટર દરમિયાન ગોગામેડીના સહયોગીઓએ પણ એક હુમલાખોરને ઠાર માર્યો હતો. રાજપૂત નેતાની સનસનાટીભર્યા હત્યાએ રાજસ્થાનમાં વિરોધને વેગ આપ્યો હતો, જ્યાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસને હરાવ્યા બાદ સત્તા પરિવર્તનની પ્રક્રિયા ચાલી રહી છે
 રાજપૂત નેતાના સમર્થકોએ હોસ્પિટલની બહાર શિપ્રા પથ રોડ બ્લોક કરી દીધો હતો અને આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી હતી. જયપુર ઉપરાંત ચુરુ, ઉદયપુર, અલવર અને જોધપુર જિલ્લામાં પણ વિરોધ પ્રદર્શન થયા હતા.