Site icon Revoi.in

મની લોન્ડરિંગ અને આતંકી પ્રવૃત્તિઓ મામલે ભારતમાંથી ભાગેડુ જાહેર ઝાકીર નાઈક કરશે ઈસ્લામનો પ્રચાર – ફિફા વર્લ્ડ કપમાં કતારે આપ્યું આમંત્રણ

Social Share

દિલ્હીઃ- ભારતમાંથી ભાગેડૂ જાહેર ઝાકિર નાઈક હવે ઈસ્લામનો પ્રચાર ફીફા વર્લ્ડકપ દરમિયાન કરતો જોવા મળે તો નવાઈની વાત નહી હોય ,કારણ કે ઇસ્લામિક કટ્ટરપંથી મૌલાના ઝાકિર નાઇક કે જે  ભારતમાં વોન્ટેડ છે તેને ફિફા વર્લ્ડ કપ દરમિયાન ઉપદેશ આપવા માટે  કતારમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

ભારતે 2016ના અંતમાં નાઈકના ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન ને “વિવિધ ધાર્મિક સમુદાયો અને જૂથો વચ્ચે દુશ્મનાવટ, દ્વેષ અથવા દુષ્ટતાની લાગણીઓને પ્રોત્સાહન આપવા અથવા પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવાના આરોપમાં ગેરકાયદેસર ઠેરવ્યું હતું અને તેના પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મુક્યો હતો.

ત્યારે હવે કતારની સરકારી સ્પોર્ટ્સ ચેનલ અલકાસના પ્રસ્તુતકર્તા ફૈઝલ અલહાજરીએ ટ્વિટર પર નાઈકની કતારમાં હાજરી વિશે માહિતી આપી હતી.

ફૈઝલ ​​અલ્હાજરીએ ટ્વિટર પર ઝાકિર નાઈકનો ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું, “ઈસ્લામિક ધર્મગુરુ શેખ ઝાકિર નાઈક વર્લ્ડ કપ દરમિયાન કતારમાં છે અને સમગ્ર વિશ્વ કપ દરમિયાન અનેક ધાર્મિક પ્રવચનો આપશે.” સહજ વાત છે કે સરકારી ટીવી ચેનલ પર ઝાકિર નાઈકનો દેખાવ ત્યાંની સરકારની સંમતિથી જ થઈ શકે.

આ સાથે જ  જાણીતા ફિલ્મમેકર ઝૈન ખાને પણ આમંત્રિત મહાનુભાવ તરીકે નાઈકની કતારમાં હાજરીની પુષ્ટિ કરી અને ટ્વીટ કર્યું, “અમારા સમયના સૌથી લોકપ્રિય ઇસ્લામિક વિદ્વાનોમાંના એક ડૉ. ઝાકિર નાઈક #FIFAWorldCup માટે #Qatar પહોંચ્યા છે.”