Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીર: બારામુલામાં ભીષણ આગ લાગતા મચી અફરાતફરી

Social Share

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લાના નૂરબાગ સ્થિત કોલોનીમાં આગ લાગવાની ઘટના બની હતી. એક મકાનમાં એલપીજી ગેસ લીકેજ થવાને કારણે લાગેલી આગ અનેક મકાનોને પોતાની ચપેટમાં લીધા હતા.

બનાવની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પાંચ ફાયર બ્રિગેડ અને સૈન્યના બે વાહનો આગને કાબૂમાં લેવામાં રોકાયેલા હતા.

રસ્તો સાંકડો હોવાને કારણે ફાયર બ્રિગેડની ગાડીઓને પહોંચવામાં મુશ્કેલી પડતી હતી,જેથી આગને કાબૂમાં લેવી મુશ્કેલ હતી. ઓછામાં ઓછા 20 મકાનો આગની ચપેટમાં આવી ગયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આગને કાબૂમાં લેવાની કોશિશ ઘણા સમય સુધી ચાલતી રહી પરંતુ તેના કારણે કેટલું આર્થિક નુકસાન થયું છે તે હજુ સુધી જાણી શકાયું નથી.