Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના બારામૂલામાં સેનાને મળી મોટી સફળતા – ત્રણ પાકિસ્તાની આતંકીઓ ઢેર, એક જવાન પણ શહીદ

Social Share

 

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં આતંકીઓની નજર હંમેશા રહેતી હોય છે તેઓ અહીની શાંતિ ભંગ કરવાના સતત પ્રયત્નોમાં લાગેલા હોય છે ત્યારે આવી સ્થિતિમાં આજરોજ બુધવાર જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. 

બારામુલ્લાના કરેરી વિસ્તારમાં નજીભાત ચોકડી પર આતંકવાદીઓ સાથે પોલીસ અને સેનાની અથડામણ સવારથી શરૂ થઈ છે. આ એન્કાઉન્ટરમાં સેનાએ અત્યાર સુધીમાં ત્રણ પાકિસ્તાની આતંકીઓને ઠાર કર્યા છે. તે જ સમયે, જમ્મુ-કાશ્મીર પોલીસનો એક જવાન શહીદ થયો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે સવારે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ અત્યાર સુધી ત્રણ  પાકિસ્તાની આતંકીઓને ઠાર કર્યા છે. ત્રણેય આતંકવાદીઓ પાકિસ્તાનથી ઘૂસણખોરી કરીને સરહદ પાર આવ્યા હતા. આ સમગ્ર કાર્યવાહીમાં એક પોલીસકર્મી પણ શહીદ થયો છે.

આ અંગે માહિતી આપતા આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે આ એન્કાઉન્ટરમાં ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા અને જમ્મુ-કાશ્મીર પોલીસનો એક જવાન પણ શહીદ થયો.