Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીર: કિશ્તવાડમાં ભૂકંપના આંચકા અનુભવા

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આ આંચકામાં કોઈ જનહાનીનાં સમાચાર નથી. પરંતુ મોડી રાતે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને ઘરની બહાર દોડી ગયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રાત્રે 11.06 કલાકે કિશ્તવાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધવામાં આવી હતી. ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી.

પૃથ્વીની અંદર સાત પ્લેટ છે,જે સતત ફરતી રહે છે. આ પ્લેટો જ્યાં ટકરાય છે તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણાઓ વળે છે. જ્યારે ખૂબ દબાણ વધે છે, ત્યારે પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. નીચેની ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને વિક્ષેપ પછી ભૂકંપ આવે છે.

ધરતીકંપ થવાના મુખ્ય કારણોમાં ટેક્ટોનિક પ્લેટોની હિલચાલ, જ્વાળામુખી ફાટી નીકળવો, ભૂગર્ભ ધરતીકંપ, પ્રેરિત ધરતીકંપ (માનવ પ્રવૃત્તિઓ) વગેરે છે. આ ઉપરાંત, ભૂકંપ ઘણા ભૂસ્તરશાસ્ત્રીય પરિબળો, કુદરતી ઘટનાઓ અને માનવીય પ્રવૃત્તિઓને કારણે થઈ શકે છે.