Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીર:રાજૌરીમાં આંતકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ  

Social Share

શ્રીનગર:જમ્મુ વિભાગના રાજોરી જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. બે આતંકીઓ ઘેરાયેલા હોવાની આશંકા છે. આર્મી, પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમ આ ઓપરેશન કરી રહી છે.

રવિવારે સવારે જિલ્લાના બરોટ ગામમાં પર્વતીય વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરી મળી હતી. તેના આધારે સુરક્ષા દળોની સંયુક્ત ટીમે આ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

સુરક્ષા દળોના ઘેરામાં ફસાયેલા જોઇને ત્યાં હાજર આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કર્યું. સૈનિકોએ આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાની તક આપી, પરંતુ આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ રાખ્યું. આ પછી જવાબી ફાયરિંગ સાથે એન્કાઉન્ટર શરૂ થયું.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પણ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલુ ગોળીબારની પુષ્ટિ કરી હતી. જોકે હજુ સુધી આતંકવાદીઓની સંખ્યા અંગે કોઈ પુષ્ટિ નથી, પરંતુ સૂત્રોનું કહેવું છે કે, એકથી બે આતંકવાદીઓ સુરક્ષા દળોના ઘેરામાં ફસાયેલા છે.