Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીર ભાજપા માટે પ્રયોગશાળા બની ગયુંઃ મહેબુબા મુફ્તિ

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરાયાં બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યાં હતા. એટલું જ નહીં આર્ટીકલ 370 દૂર થયા બાદ બિન કાશ્મીરી પણ અહીં મિલકત ખરીદી શકે છે. હવે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ધમધમાટ તેજ બની છે. ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદી ઉપર કામગીરી શરૂ કરવામાં આવી છે. ચૂંટણીપંચનું માનવું છે કે, મતદાર યાદીમાં 20થી 25 લાખ નવા મતદારો ઉમેરાવાની શક્યતા છે. જમ્મુ-કાશ્મીરમાં રહેતા અન્ય પ્રદેશના લોકોને પણ મતાધિકાર આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયનો મહેબુબા મુફ્તી સહિતના કાશ્મીરી નેતાઓએ વિરોધ નોંધાવ્યો હતો. જમ્મુ-કાસ્મીર ભાજપ માટે પ્રયોગશાળા બની ગયું છે.

નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કર્યું, “શું ભારતીય જનતા પાર્ટી (BJP) સાચા J&K મતદારોના સમર્થનને લઈને એટલી અસુરક્ષિત છે કે તેને બેઠકો જીતવા માટે કામચલાઉ મતદારોને આયાત કરવાની જરૂર છે? જ્યારે જમ્મુ-કાશ્મીરના લોકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની તક આપવામાં આવે છે, ત્યારે આમાંથી કોઈ પણ વસ્તુ ભાજપને મદદ કરશે નહીં.

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે આ પ્રક્રિયાનો વાસ્તવિક ઉદ્દેશ્ય સ્થાનિક વસ્તીને શક્તિહીન કરવાનો છે. મુફ્તીએ કહ્યું, “ભારત સરકારનો જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી સ્થગિત કરવાનો નિર્ણય પહેલા ભાજપની તરફેણમાં અને હવે બિન-સ્થાનિકોને મતદાન કરવાની મંજૂરી આપીને ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરવાનો છે. વાસ્તવિક ઉદ્દેશ્ય સ્થાનિક લોકોને શક્તિહીન કરવા માટે J&Kનું શાસન ચાલુ રાખવાનો છે. પીપલ્સ કોન્ફ્રેંસના અધ્યક્ષ સજ્જાદ ગની લોનએ આ નિર્ણય ખતરનાક ગણાવીને કહ્યું કે, આ વિનાશકારી રહેશે.

જમ્મુ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી હિરદેશ કુમારએ જણાવ્યું હતું કે, અન્ય રાજ્યના જે લોકો અહીં રહે છે તેઓ પોતાનું નામ મતદાર યાદીમાં નામ દાખલ કરીને મતદાન કરી શકશે. આ માટે મૂળ નિવાસી પ્રમાણ પત્ર જરૂરી નથી. એટલું જ નહીં જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવતા સુરક્ષા જવાનો પણ મતદાર યાદીમાં પોતાનું નામ દાખલ કરાવી શકે છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, 1 ઓક્ટોબર 2022 સુધીમાં 18 વર્ષ પૂર્ણ થતા હશે તેવા યુવા મતદાર યાદીમાં નામ દાખલ કરી શકે છે. ફાઈનલ મતદાર યાદી 25મી નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં અંતિમ બાર 1લી જાન્યુઆરી 2019માં મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી.

આર્ટિકલ 370 અને 35(એ) જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરરજો આપતું હતું. કેન્દ્ર સરકારે 5મી ઓગસ્ટ 2019ના રોજ આર્ટિકલ 370 દૂર કરવામાં આવ્યું હતું. આર્ટિકલ 35(એ) પણ ખતમ કરી દેવામાં આવ્યું હતું. જે બાદ અહીં લોકોને અન્ય રાજ્યોમાં લોકોને મળતા તમામ અધિકાર મળ્યાં હતા.