Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટનું નામ બદલાયુંઃ હવે તેને ‘જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટ’ તરીકે ઓળખવામાં આવશે

Social Share

 

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરાયા બાદ તેને કેન્દ્રસાશિત પ્રદેશનો દરજ્જો મળ્યો હતો, ત્યારથી અહીની સ્થિતિમાં ઘણા બદલાવ અને સુધાર જકરવામાં આવી રહ્યા છે,ત્યારે હવે આ બગદલાવ હેઠળ ઉચ્ચ ન્યાયાલયનો પણ સમાવેશ થાય છે, જે પ્રમાણે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને કેન્દ્રશાસિત પ્રદેશ લદાખ સંયુક્ત હાઈકોર્ટનું  નામ હવે બદલીને ‘જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટ’ રાખવામાં આવ્યું છે. શુક્રવારે આ સંદર્ભે એક આદેશને સૂચના આપવામાં આવી હતી.

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ પરિવર્તનને અસરકારક બનાવવા માટે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન આદેશ, 2021 પર હસ્તાક્ષર કર્યા છે. વિતેલા દિવસને શુક્રવારના રોજ કાયદા મંત્રાલયમાં ન્યાય વિભાગે આ હુકમનું જાહેરનામુ બહાર પાડ્યું હતું.

જારી કરવામાં આવેલા આદેશમાં જણાવાયું છે કે, જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019માં જમ્મુ કાશ્મીર રાજ્યને કેન્દ્ર સાશિત  અને કેન્દ્ર સાશિત પ્રદેશ લદ્દાખમાં પુનર્ગઠીત કરવા માટે બનાવવામાં આવ્યો હતો.આદેશમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સાશિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને કેન્દ્ર સાશિત લદ્દાથનું ‘સંયુક્ત ઉચ્ચ ન્યાયાલય’ નામ  ખૂબ જ મોટું અને બોજારૂપ લાગે છે, તેથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટનુ નામ બદલીને અન્ય સામાન્ય હાઈકોના નામના તર્જ પર આ નામ રાખવામાં આવ્યું છે.