જમ્મું કાશ્મીર એક સંવેદનશીલ વિસ્તાર છે જ્યા અવાર નવાર પાકિસ્તાન દ્રારા અને નાપાક હરકતોને અંજામ આપવામાં આવતો હોય છે જો કે ભારતીય સેના દ્રારા તેનો મૂહતોડ વળતો જવાબ પણ આપવામાં આવે છે, ત્યારે ફરી એક વખત જમ્મુના કનાચક વિસ્તારમાં સોમવારે વિમાન આકારનું એક બલૂન મળી આવ્યું હતો. આ બલૂન પર ‘પીઆઈએ’ લખેલું જોવા મળ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસે તેને કબજે કરી આગળની તપાસ શરૂ કરી છે. આ બલૂન મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે.
મીડિયા રિપોર્ટસ પ્રમાણે મળતી માહિતી અનુસાર જમ્મુના કનાચક વિસ્તારમાં સોમવારે વિમાન આકારનો એક બલૂન મળ્યું હતું. આ બલૂન પર ‘પીઆઈએ’ લખેલું જોવા મળ્યું હતું.
આ પહેલા 16 માર્ચના રોજ પણ જમ્મુના ભાલવાલ વિસ્તારમાં વિમાન આકારનું એક બલૂન મળ્યું હતું. આ બલૂન પર ‘પીઆઈએ’ લખેલું હતું. આ પહેલા પણ હીરાનગર સેક્ટરના સોત્રા ચોક સરહદ ગામમાં પીઆઈએ લખાયેલ નૌકા આકારનું બલૂન મળી આવ્યું હતું. લોકોની બાતમી પર તે બલૂન પોલીસે કબજે કર્યું હતું.
જહાજ આકારના બલૂન પર અંગ્રેજી અને ઉર્દુમાં લખાયેલ પીઆઈએ ઉપરાંત, તેના એક ભાગમાં પાકિસ્તાની ધ્વજનું પ્રતીક પણ જોવા મળ્યું છે. જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ બલૂન પાકિસ્તાનથી આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ પીઆઈ સામાન્ય રીતે પાકિસ્તાનમાં સરકારી વહાણોલખાયેલું છે. જેનો અર્થ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ અવો થાય છે.
-સાહીન