Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીર પોલીસને મળી મોટી સફળતા: આઈએસજેકેના કમાન્ડર મલિકની ધરપકડ

Social Share

શ્રીનગર – આતંકવાદીઓ વિરુદ્ધ જમ્મુ કાશ્મીરમાં પોલીસ તથા સુરક્ષા દળો સતત મહેનત કરી રહ્યા છે, ત્યારે હવે જમ્મુ કાશ્મીર પોલીસને આ મામલે એક મોટી સફળતા મળી છે. પોલીસ દ્રારા કરવામાં આવેલ એક મોટા ઓપરેશન દરમિયાન એસઓજીના આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ જમ્મુ-કાશ્મીરના એક આતંકીની ધરપકડ કરવામાં આવી છે

ધરપકડ કરાયેલા આ આતંકી પાસેથી એક પિસ્તોલ, આઠ કારતૂસ અને એક લાખ 13 હજાર રૂપિયાની રોકડ રકમ મળી આવી છે. આતંકવાદીની ઓળખ યારીપોરા કુલગામનો રહેવાસી મલિક ઉમૈદ અબ્દુલ્લા તરીકે થઈ છે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ પોલીસને આતંકવાદીની ગતિવિધીઓની સૂચના મળી હતી, ગૃપ્ત માહિતી મળવાના આઘારે એસઓજીએ અભિયાન શરૂ કર્યું હતું. જેમાં ઝજ્જર કોટલીમાં નાકાબંધી કરવામાં આવી હતી, આ નાકાબંધી પર જ્યારે વાહનની તપાસ કરવામાં આવી હતી ત્યારે આ આતંકીએ ત્યાથી ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

આતંકવાદી પોલીસ તપાસ દરમિયાન ભાગતાની સાથે જ સૈનિકોએ તેનો પીછો કર્યો અને તેને પકડવામાં સફળ રહ્યા. આ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે. હાલ આ આતંકવાદીની પૂછપરછ ચાલી રહી છે. સંભાવનાઓ સેવાઈ રહી છે કે આઈએસજેકેના કમાન્ડર મલિક ઉમૈદ અબ્દુલ્લાની ધરપકડથી અનેક મોટા ખુલાસા થઈ શકે છે.અને એક ઘટનાને અંજામ આપતા પહેલાજ તેને અટકાવી દેવાયો છે, જે પોલીસની મોટી સફળતા છે.

સાહિન-