Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરઃ સ્ટેટ ઈન્વિસ્ટિગેશ એજન્સીએ એક મદરેસા સહિત અનેય સ્થળો ઉપર દરોડા પાડ્યા

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર પોલીસની સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA) એ જમ્મુ-કાશ્મીરના પૂંચમાં એક મદરેસા સહિત અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. ટેરર ફંડીંગ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. બે દિવસ પહેલા બસ સ્ટેન્ડ પરથી એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ બાદ તેની પૂછપરછ પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી. બસ સ્ટેન્ડ પાસેથી પકડાયેલો વ્યક્તિ મદરેસા સંચાલકનો ડ્રાઈવર હોવાનું કહેવાય છે. આ આતંકવાદીની તપાસમાં દિલ્હીના કાપડાના વેપારીની સંડોવણી બહાર આવી હતી. જેથી તેની પણ પોલીસે ધરપકડ કરીને તપાસ વેગવંતી બનાવી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ બસ સ્ટેન્ડથી ધરપકડ કરાયેલા લશ્કરના સહયોગી અબ્દુલ હમીદને હવાલા મારફતે પૈસા આપનાર આરોપીની દિલ્હીથી એક શખ્સને ઝડપી લીધો હતો. જમ્મુ અને દિલ્હી પોલીસે મળીને દિલ્હીના નલબંધન તુર્કમાન ગેટના મોહમ્મદ યાસીનની ધરપકડ કરી છે. તેની પાસેથી રૂ. 7 લાખની હવાલા રકમ મળી હતી.

દિલ્હીના મીના બજારમાં બેસીને કાપડનો વેપારી યાસીન એક દુકાનની આડમાં બહારથી લશ્કર માટે હવાલાના પૈસા જમ્મુ-કાશ્મીર લઈ જતો હતો. એક સંયુક્ત ઓપરેશનમાં દિલ્હી અને જમ્મુ અને કાશ્મીર પોલીસે યાસીનની ધરપકડ કરી હતી, જે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) અને અલ-બદરને ભંડોળ પૂરું પાડતો હતો.

યાસીને 17 ઓગસ્ટે અબ્દુલ હમીદને રૂ. 10 લાખ રૂપિયા આપ્યા હતા. આ પૈસા પૂંચમાં રહેતા એક વ્યક્તિને આપવાના હતા, પરંતુ તે પહેલા જ પોલીસે હમીદની જમ્મુના બસ સ્ટેન્ડ પરથી ધરપકડ કરી હતી. હમીદની પૂછપરછમાં યાસીનની સંડોવણી બહાર આવી હતી. જેથી દિલ્હી અને જમ્મુ પોલીસે મળીને યાસીનની ધરપકડ કરી હતી.

પોલીસને માહિતી હતી કે, દિલ્હીના મીના બજાર આસપાસ ટેરર ​​ફંડિંગની ગતિવિધિઓ ચાલી રહી હતી. આ માહિતીને પગલે પોલીસે તપાસ આરંભીને યાસીનને ઝડપી લીધો હતો. મીના બજારમાં કપડાંનો વેપારી યાસીન ટેરર ​​ફંડિંગ નેટવર્ક માટે કામ કરતો હતો. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ માટે તે અલગ-અલગ લોકો દ્વારા વિદેશમાંથી હવાલાના પૈસા લેતો હતો.