Site icon Revoi.in

જમ્મુ-કાશઅમીરના પુલવામાં જૈશના આતંકીના 2 મદદગારની ધરપકડ-હથિયારોની સપ્લાય કરતા હતા

Social Share

 

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને મદદ કરતા લોકો પર સુરક્ષાદળોએ કાર્યવાહી શરુ કરી છે ત્યારે સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના પુલવામામાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે મદદગારોની ધરપકડ કરી છે.ળતી માહિતી પ્રમાણે આ બંને આરોપી આતંકવાદીઓને ખોરાક, આશ્રય, પરિવહન અને હથિયારોની સપ્લાય સહિત તમામ પ્રકારની મદદ કરતા હતા. પોલીસે બંને સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

એક એધિકારી પાસેથી મળેલી માહિતી મુજબ પુલવામા પોલીસ, 44 રાષ્ટ્રીય રાઇફલ્સ અને સીઆરપીએફએ સંયુક્ત રીતે કાર્યવાહી કરતા, એક સૂચના મળ્યા બાદ આ બન્ને સહાયકોની ધરપકડ કરી હતી, એક અધિકારીએ જણાવ્યું. તેમની ઓળખ અચનના રહેવાસી આદિલ અલી, હાજીદરપોરાના રહેવાસી આસિફ ગુલઝાર તરીકે કરવામાં આવી છે. બંને તેમના જૈશ કમાન્ડરોના સંપર્કમાં સતત રહેતા હતા અને તેમની સૂચના પર આતંકવાદીઓને હથિયાર સહીતની તમામ મદદ પૂરી પાડી હતી.

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં બિજબિહારને અડીને આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આતંકવાદીઓએ વિતેલા દિવસને સોમવારે સુરક્ષા દળો પર ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો, જોકે હુમલામાં કોઈને ઈજા થઈ હોવાની કોી જાણકારી નહોતી, આ ઘટના બાદ આતંકીઓ ભાગી ગયા હતા. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, પરંતુ મોડી સાંજ સુધી કોઈ પત્તો મળ્યો ન હતો.