Site icon Revoi.in

લેફ્ટિનન્ટ જનરલ રણબીરસિંહે લીધી ચીન સાથેની બોર્ડરની મુલાકાત, જવાનોને કહ્યુ- સતર્ક રહો

Social Share

ભારતીય સેના જમ્મુ-કાશ્મીરની સાથે લડાખમાં પણ સરહદ પર કડક ચોકસાઈ દાખવી રહી છે. સેનાની તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે નોર્ધન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ લેફ્ટિનેન્ટ જનરલ રણબીર સિંહે સોમવારે પૂર્વ લડાખમાં ફોરવર્ડ પોસ્ટ્સની મુલાકાત લીધી હતી.

લેફ્ટિનેન્ટ જનરલ રણબીરસિંહે ચીન સાથેની લાઈન ઓફ ઓક્ચ્યુઅલ કંટ્રોલ પર ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી છે. તેની સાથે ફાયર એન્ડ ફરી કોર, લડાખના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટિનેન્ટ જનરલ વાઈ. કે. જોશી પણ હાજર હતા.

લેફ્ટિનેન્ટ જનરલ સિંહે ફોરવર્ડ પોસ્ટ્સ પર તેનાત સૈનિકો સાથે વાત કરી અને તેમને સતર્ક જોઈને તેમની પીઠ થપથપાવી હતી. તેમણે કહ્યુ હતુ કે દુર્ગમ સ્થિતિઓમાં દિવસ-રાત સેનાની તમામ રેન્ક્સ તરફથી દર્શાવવામાં આવતી પ્રતિબદ્ધતા પ્રશંસાને પાત્ર છે. લેફ્ટિનેન્ટ જનરલ સિંહે જવાનોને દરેક પ્રકારે સતર્ક રહેવાનું જણાવ્યું હતું.

મહત્વપૂર્ણ છે કે ચીની સેના તરફથી ચિન્હિત નથી તેવા આ ક્ષેત્રમાં ઘણીવાર ઘૂસણખોરીની કોશિશો થઈ ચુકી છે. ભારતીય સેનાએ અહીં ચીની અધિકારીઓ સાથે બેઠક કરીને મુદ્દાઓને ઉકેલ્યા હતા અને આની પાછળનો ઉદેશ્ય ટકરાવની સ્થિતિ ટાળવાનો હતો.