Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરઃ બોર્ડર પર ફરી એકવાર પાકિસ્તાનનું ડ્રોન નજરે પડ્યું, સુરક્ષા જવાનોએ કર્યું ફાયરિંગ

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર (IB) પર પાકિસ્તાનની નાપાક પ્રવૃત્તિઓ ચાલુ છે. રાત્રે 9:40 કલાકે બીએસએફના જવાનોએ કાનાચક વિસ્તારમાં પાકિસ્તાન તરફથી ચમકતી લાઈટ જોઈ હતી. આના પર બીએસએફના સતર્ક જવાનોએ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા જવાનો દ્વારા આજે સવારથી સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, શુક્રવારે રાત્રે 9:40 કલાકે કાનાચક વિસ્તારમાં પાકિસ્તાન તરફથી ચમકતી લાલ લાઈટ જોવા મળી હતી. જેથી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનોએ તેમના પર ગોળીબાર કર્યો. શનિવારે, સૈનિકોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જે હજુ પણ ચાલુ છે.

અગાઉ, પોલીસે લશ્કર-એ-તૈયબા (LeT)ના ત્રણ મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો, જેમાંથી સાત સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી, તેમના કબજામાંથી શસ્ત્રો, દારૂગોળો અને વિસ્ફોટકો મળી આવ્યા હતા.

અહેવાલ મુજબ, લશ્કરે જમ્મુ અને રાજૌરી જિલ્લામાં જમ્મુ, સાંબા, કઠુઆ અને રાજૌરી જિલ્લાના સરહદી વિસ્તારોમાં ડ્રોન દ્વારા છોડવામાં આવેલા શસ્ત્રો એકત્રિત કરવા અને આતંકવાદીઓને કાશ્મીર પહોંચાડવા માટે ત્રણ આતંકવાદી મોડ્યુલ ઉભા કરાયાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન પોતાની ધરતી ઉપર આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપી રહી છે અને આ આતંકવાદીઓ ભારતમાં ભાંગફોડની પ્રવૃતિને અંજામ આપવા માટે કાવતરા ઘડે છે. બીજી તરફ ભારતીય સુરક્ષા એજન્સીઓએ કાશ્મીરમાંથી આતંકવાદને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. બીજી તરફ પાકિસ્તાન ભારતમાં હથિયાર સપ્લાય કરવા માટે આધુનિક ટેકનોલોજી ડ્રોનનો ઉપયોગ કરી રહ્યાં છે.

(Photo-File)