Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીર: રાજૌરી એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર,એક જવાન શહીદ,લેબ્રાડોર ડોગ કેન્ટનું પણ મોત

Social Share

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં મંગળવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો, જ્યારે સેનાનો એક જવાન શહીદ થયો હતો. આ સાથે ભારતીય સેનાની મહિલા લેબ્રાડોર ડોગ કેન્ટનું પણ એન્કાઉન્ટરમાં મોત થયું છે.

વાસ્તવમાં કેન્ટ સેનાના સર્ચ ઓપરેશનમાં મદદ કરી રહ્યું હતું અને સૈનિકોને આતંકીઓની શોધમાં આગળ વધવામાં મદદ કરી રહ્યું હતું. બીજી બાજુથી થયેલા ફાયરિંગમાં કેન્ટને ગોળી વાગી, જેના કારણે તે નીચે પડી ગયો અને તેને બચાવી શકાયો નહીં.

જમ્મુ ઝોનના ADGP મુકેશ સિંહે જણાવ્યું કે રાજૌરી જિલ્લાના નરલા વિસ્તારમાં એક આતંકવાદી માર્યો ગયો. આ ઉપરાંત એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન પણ શહીદ થયો છે. આ એન્કાઉન્ટરમાં પોલીસ એસપીઓ અને અન્ય ત્રણ લોકો પણ ઘાયલ થયા હતા. પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમને આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી, ત્યારબાદ સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

સંરક્ષણ પીઆરઓ અનુસાર, જ્યારે સુરક્ષા દળોએ આતંકીઓને ઘેરી લીધા તો તેઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. આ પછી જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો. સુરક્ષા દળોની આ ટીમની સાથે 21 આર્મી ડોગ યુનિટ પણ હતા. તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અનેક એન્કાઉન્ટર થયા છે, જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે.