Site icon Revoi.in

જાપાન, અમેરિકા અને યુરોપે સાથે મળીને ચીનનો સામનો કરવો જરૂરીઃ જાપાનના પીએમ

Social Share

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે, બીજી તરફ ચીન પણ તાઈવાન ઉપર ગમે ત્યારે હુમલો કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન જાપાનના વડાપ્રધાન અમેરિકાના પ્રવાસે ગયા છે. આ દરમિયાન બંને દેશ વચ્ચે કેટલાક મહત્વના દસ્તાવેજો ઉપર હસ્તાક્ષર થયાં હતા.

જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન પીએમ કિશિદાએ કહ્યું કે “જાપાન, અમેરિકા, અને યુરોપે મળીને ચીનનો સામનો કરવાની જરૂર છે. પીએમ કિશિદાએ વધુમાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સમુદાય એક ઐતિહાસિક પડાવ પર છે, જ્યાં મુક્ત અને સ્થિર આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને મોટું જોખમ થવાની સંભાવના છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને પીએમ કિશિદા સાથે મુલાકાત પહેલા જાપાનની સુરક્ષાને સમર્થન આપ્યું હતું. આ સાથે રાષ્ટ્રપતિ જો બાઇડને જાપાનના સંરક્ષણ સુધારાની પણ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી કિશિદાની ઉપસ્થિતિમાં નાસા હેડ ઓફિસમાં જાપાનના વિદેશમંત્રી અને અમેરિકાના સમકક્ષ સાથે સંયુક્ત અવકાશ સહયોગને લઈ એક દસ્તાવેજ પર પણ હસ્તાક્ષર કર્યા હતા.