Site icon Revoi.in

ભારત આવેલા જાપાનના પ્રધાનમંત્રી એ G7 હિરોશિમા સમિટમાં ભારતને આપ્યું આમંત્રણ

Social Share

દિલ્હીઃ- જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને G-7 હિરોશિમા સમિટમાં ઔપચારિક આમંત્રણ આપ્યું છે. આ પહેલા ગઈકાલે બંને નેતાઓએ નવી દિલ્હીમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી જે ભારત-જાપાનના સંબંધોને વધુ મજબૂત બનાવશે.

બન્ને નેચાઓની આ મંત્રણા પછીના તેમના નિવેદનમાં પીએમ મોદી એ કહ્યું કે ભારત ઓછા વિકસિત અને વિકાસશીલ દેશોનો અવાજ છે. વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ વર્ષ અનોખું છે કારણ કે ભારત અને જાપાન અનુક્રમે G-20 અને G-7ના અધ્યક્ષ છે.

વધુમાં પીએમ મોદીએ કહ્યું કે ભારત અને જાપાન વચ્ચે પ્રવાસન વિનિમય વર્ષ 2023ની થીમ હિમાલયને માઉન્ટ ફુજી સાથે જોડવાની છે.કે બંને દેશો વચ્ચેની ભાગીદારીને મજબૂત બનાવવી એ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસે બન્ને દેશોના પ્રધાનમંત્રીએ સંરક્ષણ વ્યાપારથી લઈને ડિજિટલ ભાગીદારી સુધીના દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કર્યા પછી વડા પ્રધાને કહ્યું કે બંને દેશોએ મુખ્ય મુદ્દાઓ પર વાતચીત કરી છે. અને જાપાન આવેલા વડાપ્રધાને ભારતને ઔપચારિક રીતેG7 હિરોશિમા સમિટમાં ભારતને આપ્યું આમંત્રણ

બીજી તરફ વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું કે ભારત અને જાપાને દ્વિપક્ષીય વાતચીત સિવાય બે દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતીઓમાં જાપાનીઝમાં લેટર ઓફ ઈન્ટેન્ટ ઓન કોઓપરેશનનું નવીકરણ અને મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ પર ત્રણસો બિલિયન યેન જીકા લોન નોટની આપ-લેનો સમાવેશ થાય છે.