Site icon Revoi.in

જવાને બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ,માત્ર ત્રણ દિવસમાં કરી આટલા કારોડની કમાણી

Social Share

મુંબઈ: શાહરૂખ ખાન આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘પઠાણ’થી 4 વર્ષ પછી મોટા પડદે પરત ફર્યો હતો. શાહરૂખે પોતાના જાસૂસ અવતારમાં બોક્સ ઓફિસ પર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ નફો કરતી ફિલ્મ આપી. હવે 8 મહિના પછી શાહરૂખની નવી ફિલ્મ ‘જવાન’ સિનેમાઘરોમાં ચાલી રહી છે. જો ‘પઠાણ’ શાહરૂખનું કમબેક હતું, તો ‘જવાન’ સાથે તે બોક્સ ઓફિસ પર પોતાનું શાસન મજબૂત કરી રહ્યો છે.

‘જવાન’માં શાહરૂખ એવા અવતારમાં જોવા મળે છે જેમાં તે પહેલા ક્યારેય જોવા મળ્યો નથી. શાહરૂખના એક્શન, ઇન્ટેનસ લુક અને સ્વેગનો ક્રેઝ સિનેમાઘરોમાં એટલી હદે ચાલી રહ્યો છે કે આ વીકેન્ડમાં થિયેટરોમાં ‘જવાન’ની ટિકિટ મેળવવી મુશ્કેલ બની ગઈ છે. ગુરુવારે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ‘જવાન’ બોલિવૂડના ઈતિહાસમાં સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે. શુક્રવાર વર્કિંગ ડે હોવાને કારણે ફિલ્મની કમાણીમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો.પરંતુ શનિવાર શાહરુખની ફિલ્મ માટે એવો ઉછાળો લઈને આવ્યો હતો જેણે શાનદાર કામ કર્યું છે.

શુક્રવારનો કાર્યકારી દિવસ ‘જવાન’ માટે થોડો ઘટાડો લાવ્યો, જેણે પહેલા જ દિવસે 75 કરોડ રૂપિયાની કમાણી કરી. બીજા દિવસે, ફિલ્મે ભારતમાં 53 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. પરંતુ શનિવારે, ફિલ્મે બોક્સ ઓફિસ પર એટલી મજબૂત છલાંગ લગાવી હતી કે ત્રીજા દિવસે તેની કમાણી લગભગ પ્રથમ દિવસના સ્તરે હતી.

ટ્રેડ રિપોર્ટ્સ સૂચવે છે કે ત્રીજા દિવસે દેશમાં ‘જવાન’નું નેટ કલેક્શન 73 થી 75 કરોડ રૂપિયાની રેન્જમાં રહ્યું છે. એટલે કે માત્ર ત્રણ દિવસમાં શાહરૂખની ફિલ્મ ભારતમાં 200 કરોડનો આંકડો પાર કરી ગઈ છે. શનિવાર પછી ‘જવાન’નું નેટ કલેક્શન 201 કરોડ રૂપિયાથી વધુ છે.

જાન્યુઆરીમાં જ્યારે શાહરૂખની ફિલ્મ ‘પઠાણ’એ માત્ર 4 દિવસમાં દેશમાં 200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી, ત્યારે લોકો અવાચક થઈ ગયા હતા. પરંતુ હવે એવું લાગે છે કે શાહરૂખે 200 કરોડના આંકડાને નવો ‘સો કરોડ’ બનાવી દીધો છે. માત્ર ત્રણ દિવસમાં આ આંકડો પહોંચનાર ‘જવાન’ બોલિવૂડની સૌથી ઝડપી ફિલ્મ છે. શાહરૂખની બંને ફિલ્મો પછી આ વર્ષે રિલીઝ થયેલી ‘ગદર 2’ ત્રીજા સ્થાને આવે છે. સની દેઓલની ફિલ્મે 5 દિવસમાં 200 કરોડનો આંકડો પાર કરી લીધો હતો.

‘જવાન’ એ માત્ર બે દિવસમાં 240 કરોડ રૂપિયાથી વધુનું વિશ્વવ્યાપી ગ્રોસ કલેક્શન કર્યું. ત્રીજા દિવસે, ફિલ્મે ભારતમાં જ લગભગ રૂ. 90 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું છે, જ્યારે વિદેશી બજારમાં પણ ફિલ્મે શનિવારે મજબૂત વૃદ્ધિ હાંસલ કરી છે. અંતિમ આંકડાઓ બહાર આવે ત્યાં સુધીમાં ‘જવાન’નું ત્રીજા દિવસનું વિશ્વવ્યાપી ગ્રોસ કલેક્શન રૂ. 125 કરોડથી વધુ હશે. એટલે કે શાહરુખની ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં જ વિશ્વભરના બોક્સ ઓફિસ પર 350 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે.