Site icon Revoi.in

JEE Main Exam: આવતા વર્ષે જાન્યુઆરીમાં યોજાશે પરીક્ષા,જાહેરનામું બહાર પાડવામાં આવ્યું 

Social Share

દિલ્હી:જેઇઇ (મેઇન) 2023ની પરીક્ષા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.આ પરીક્ષા આવતા વર્ષે 24 થી 31 જાન્યુઆરી દરમિયાન લેવામાં આવશે.તેને બે સેશનમાં કરાવવાની તૈયારી છે.પ્રથમ સત્રની પરીક્ષા આવતા વર્ષે જાન્યુઆરીમાં લેવામાં આવશે, જ્યારે બીજા સત્રની પરીક્ષા એપ્રિલમાં લેવામાં આવશે.JEE (મેઈન)ની આ પરીક્ષા 13 ભાષાઓમાં લેવાશે.જેમાં હિન્દી, અંગ્રેજી ઉપરાંત બંગાળી, ગુજરાતી, કન્નડ, મરાઠી, પંજાબી, તમિલ, ઉર્દૂ જેવી ભાષાઓમાં પણ પરીક્ષા લેવામાં આવશે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ જણાવ્યું છે કે આ વખતે JEE (Main) 2023ની પરીક્ષા 24 થી 31 જાન્યુઆરી દરમિયાન લેવામાં આવશે.પરીક્ષા 24, 25, 27, 28, 29, 30 અને 31 જાન્યુઆરીએ લેવામાં આવશે.પરીક્ષા માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે.બીજા સત્રની પરીક્ષાની વાત કરીએ તો તેનું આયોજન 6, 8, 10, 11, 12 એપ્રિલના રોજ કરવામાં આવશે.NEET UG પરીક્ષાને લગતી માહિતી પણ સામે આવી છે.તે આવતા વર્ષે 7 મેના રોજ હાથ ધરવામાં આવશે.આ સિવાય CUET UG પરીક્ષા 21 થી 31 મે દરમિયાન લેવામાં આવશે.

મોટી વાત એ છે કે,ગયા વર્ષે કોરોના વાયરસના કારણે ઘણી પરીક્ષાઓ અને સત્રો મોડેથી શરૂ થયા હતા,પરંતુ આ વખતે NTAની પરીક્ષાઓ સમયસર લેવામાં આવી રહી છે.જાણકારી માટે દર વર્ષે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (JEE Main)માં લગભગ 8 લાખ, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET UG)માં 18 લાખ અને કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET)માં લગભગ 10 લાખ પરીક્ષા આપે છે.આ વર્ષે પ્રથમ વખત પ્રવેશ પરીક્ષા યોજાઈ હતી.15 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.એવું માનવામાં આવે છે કે,આગામી સત્રમાં લગભગ 40 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓમાં બેસી શકે છે.