Site icon Revoi.in

જેફ બેજોસ તેમની કંપની બ્લુ ઓરિજિના અવકાશયાન ‘ન્યૂ શેફર્ડ’થી 3 લોકો સાથે આજે અંતરિક્ષની યાત્રા કરશે

Social Share

દિલ્હીઃ એમેઝોનના સ્થાપક અને અબજોપતિ જેફ બેડોસ આજે અન્ય 3 લોકો સાથે અંતરિક્ષની મુસાફરી કરશે. તેમની કંપની બ્લુ ઓરિજિનનું અવકાશયાન ‘ન્યૂ શેફર્ડ’ ચારેય મુસાફરોને લઈને પૃથ્વીથી 100 કિલોમીટરની ઊંચાઇ પર જશે. 10 મિનિટની મુસાફરીના પરિક્ષમને તેમની કંપની દ્વારા ભવિષ્યામાં સૂચિત અવકાશ પ્રવાસ માટેના નિર્ણાયક  તરીકે માનવામાં આવે છે.

જેફ સાથે ન્યૂ શેફર્ડમાં તેમના ભાઈ પૂર્વ પાયલોટ માર્ક 82 વર્ષિય વૈલી ફંક અને 18 વર્ષનો ઓલિવર પણ હશે. અંતરિક્ષ મિશન આજે ભારતીય સમય મુજબ સાંજના 6:30 કલાકે મોકલવામાં આવશે. તેની ખાસ બાબત એ છે કે 11 જુલાઈના રોજ, બ્રિટીશ અબજોપતિ રિચાર્ડ બ્રેનસનની કંપની વર્જિન ગેલેક્ટીકે આવું જ  એક  સફળ પરીક્ષણ કર્યુ હચું , ખાનગી કંપની દ્વારા અવકાશ યાત્રા તે પ્રથમ હતી.

અવકાશ વિજ્ઞાાનના ઈતિહાસમાં પ્રથમ વખત રોકેટ સંપૂર્ણ રીતે ઓટોમેટિક લોંચ થશે. જેમાં સવાર થયેલા અવકાશયાત્રીઓએ માસ્ટર કંટ્રોલ સેન્ટરને લોન્ચિંગ કમાન્ડ આપ્યા બાદ  કોઈ જ સૂચનાઓ આપવી નહી પડે, આ યાત્રા સાથે જ સ્પેસ ટૂરિઝમનો નવો સફર શરુ થશે.

1961 અંતરિક્ષયાત્રી એલન શેફર્ડ પરથી આ યાનનું નામ પડ્યું છે. તે અવકાશમાં પહોંચનાર પ્રથમ અમેરિકન માણસ હતો. ન્યૂ શેફર્ડના કોઈપણ મુસાફરો પાઇલટની જેમ કામ કરશે નહીં. આ માટે પૃથ્વી પર કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે.યાન છ મુસાફરો માટે સુસંગત છે, પરંતુ ફક્ત ચાર જ લોકો હાલ મુસાફરી કરી રહ્યા છે. તેમાં મોટી વિંડોઝ ફીટ કરવામાં આવી છે જેથી મુસાફરો અવકાશથી લોન્ચિંગ અને પૃથ્વીને વધુ સારી રીતે જોઈ શકે.

જાણો કઈ રીતે કાર્ય કરશે આ યાન

ન્યૂ શેફર્ડને પશ્વિમના ટેક્સાસથી શરુ કરવામાં આવેશે,પ્રક્ષેપણ પછી લગભગ 2 મિનિટમાં, તે ધ્વનિની ગતિથી 3 ગણી ઝડપ મેળવી અવકાશ તરફ આગળ વધશે,બૂસ્ટર લોંચની 3 મિનિટ પછી અલગ થશે. વાહન ગુરુત્વાકર્ષણ ક્ષેત્રે પહોંચશે. અહીં મુસાફરો તેમના સીટ બેલ્ટ ખોલીને  વજન ઘટાડવાનો અનુભવ કરશે.9 મિનિટ પછી, પૃથ્વી તરફ તેઓ પાછા ફરતા વાહનની ગતિ ધીમું કરવા માટે પેરાશૂટ ખોલવામાં આવશે.ત્યારે તેની ઝડપ 26 કિમી પ્રતિ કલાકની હશે. 10 મી મિનિટમાં,વાહન અવકાશયાત્રીઓ સાથે લોન્ચ સાઇટ પર ધીમે ધીમે 1.6 કિ.મી. પ્રતિ કલાકની ધીમી ગતિએ નીચે ઉતારવામાં આવશે.