Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માટે શંકર ચૌઘરી ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડને પસંદ કરાયા

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપએ પ્રચંડ બહુમતી મેળવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 16 જેટલા મંત્રીઓએ શપથ લઈને કાર્યભાર સંભ્યાળ્યો છે. ત્યારબાદ ભાજપ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકેના નામની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડની પસંદગી કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભાજપની નવી સરકારની રચના થઈ હતી. ત્યારબાદ 15મી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે કોને પસંદ કરવા તે અગં ભાજપના પ્રદેશ કમાન્ડ દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ચર્ચાને અંતે વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના નામ નક્કી કરવામા આવ્યા છે.જેમાં અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડને પસંદ કરવામાં આવ્યા છે.

15મી ગુજરાત વિધાનસભાના પદનામિત અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક પરથી ચૂંટાયા હતા. વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરાયેલા જેઠા ભરવાડ પંચમહાલની શહેરા બેઠકના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે પહેલેથી જ શંકર ચૌધરીનું નામ ચર્ચામાં હતું, આખરે આ નામ પર પૂર્ણવિરામ મૂકાયું છે. જોકે, વિધાનસભા અધ્યક્ષ તરીકે રમણ વોરા અને ગણપત વસાવાના નામ પણ ચર્ચામાં હતા. જો કે, વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે માત્ર જેઠા ભરવાડનું નામ ચર્ચામાં હતું. આખરે તેમના નામ પર મહોર લાગી છે.

ગુજરાતમાં ચૂંટાયેલી નવી સરકારે  કામગીરી શરૂ કરી દીધી છે. ત્યારે હવે ભાજપ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ નક્કી કરવામાં આવ્યું છે. ચૌધરી બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક પરથી ચૂંટાયા છે, જ્યારે 15મી વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પંચમહાલની શહેરા બેઠકના ધારાસભ્ય જેઠા ભરવાડનું નામ નક્કી કરાયું છે. 12 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા ત્યારે જ વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ ચર્ચામાં હતું. ત્યારે વિધાનસભા અધ્યક્ષની રેસમાં રમણ વોરા અને ગણપત વસાવા પણ હતા. જોકે વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે માત્ર જેઠા ભરવાડનું નામ ચર્ચામાં હતું. હવે સત્તાવાર રીતે ભાજપે સ્પષ્ટ બહુમતી હોવાના કારણે શંકર ચૌધરીને વિધાનસભાના અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરાતા વિભાનસભામાં સર્વાનુમતે ચૂંટાય એવી શક્યતા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, શંકર ચૌધરી 1997માં રાધનપુરમાંથી તત્કાલિન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સામે માત્ર 27 વર્ષની વયે તેમની પ્રથમ ચૂંટણી લડ્યા હતા. જો કે, ત્યારબાદ 1998માં યોજાયેલી ચૂંટણીમાં તેઓ રાધનપુર મતવિસ્તારમાંથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે 2014 માં રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા. ઉપરાંત બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક અને બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ સંઘ, પાલનપુર (બનાસ ડેરી) ના અધ્યક્ષ, ગુજરાત રાજ્ય સહકારી બેંકના વાઇસ-ચેરમેન અને ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી તરીકે પણ સક્રિય છે. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાવમાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામે હારી ગયા હતા. વાવમાંથી હાર્યા બાદ ભાજપે 2022ની ચૂંટણીમાં થરાદની ટિકિટ આપી હતી અને શંકર ચૌધરીની જીત થઈ હતી.જ્યારે પંચમહાલ જિલ્લાની શહેરા વિધાનસભા બેઠક પર 72 વર્ષીય જેઠાભાઈ ભરવાડ ચૂંટણી જીત્યા છે. પોલીસ કોન્સ્ટેબલમાંથી ધારાસભ્યપદ સુધી પહોંચનારા જેઠાભાઈ ભરવાડ સતત વિવાદમાં રહ્યા છે.