Site icon Revoi.in

ઝારખંડઃ જેલમાં બંધ કુખ્યાત ગુનેગારે સાગરિતો સાથે કરી દારૂની પાર્ટી, ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

Social Share

નવી દિલ્હીઃ ઝારખંડના ગુમલા જેલની તાજેતરમાં કેટલીક તસવીરો વાયરલ થઈ હતી. જેમાં આજીવન કેદની સજા ભોગવતા આરોપી સુજીતસિંહા જેલમાં જ દારૂની પાર્ટી મનાવતો જોવા મળે છે. આ ધટનાને પગલે એઆઈજી હામિક અખ્તર અને ગુમલા જિલ્લા પ્રશાંસનના તપાસ રિપોર્ટની સમીક્ષા બાદ જેલના પ્રભારી જેલર સહિત ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. તેમજ તેમની સામે ખાતાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમજ જેલમાં દારૂની પાર્ટી કરનારા કુખ્યાત ગુનેગાર સુજીતસિંહાને કેન્દ્રીય કારા દુમકા શિફ્ટ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જેલમાં આજીવન કેદની સજા ભોગવતો સુજીતસિંહા તેના સાગરિતો સાથે દારૂની પાર્ટી કરતો હોવાના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હતા. જેથી સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ કરવામાં આવી હતી. એસડીએમ રવિ આનંદએ જણાવ્યું હતું કે, અમને સમગ્ર ઘટનાની જાણકારી મળી હતી. વાયરલ થયેલા ફોટોગ્રાફની પુષ્ટ્રી જેલમાં સજા ભોગવતા કેટલાક કેદીઓએ કરી હતી. તેમણે કહ્યું હતું કે, જેલમાં પાર્ટી યોજાઈ હતી. ગેંગસ્ટર સુજીત સિંહાએ પોતાના સાથે આ પાર્ટી કરી હતી.

કુખ્યાત ગેંગસ્ટર સુજીતસિંહના નિર્દેશ અનુસાર તેના સાગરિતો રાંચી, હજારીબાગ, રામગઠ અને પલામીમાં વેપારીઓ પાસેથી ખંડણી વસુલે છે. ખંડણી નહીં આપનારને મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. સુજીતસિંહાની સામે આર્મ્સ એક્ટ, ખંડણી અને હત્યા સહિત 51 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે. આરોપીને સમગ્ર પ્રકરણ બહાર આવ્યા બાદ અન્ય જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે.