Site icon Revoi.in

વર્ષ 2017માં વિના મંજૂરીએ રેલી કાઢવાના કેસમાં જીજ્ઞેશ મેવાણીને 3 મહિનાની જેલની સજા ફટકારાઈ – કુલ 12 લોકોને સજા

Social Share

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ચર્ચાનમાં જોવા મળે છે ત્યારે હવે જીજ્ઞેશ મેવણીને ટ્રાયલ કોર્ટે ત્રણ મહિનાની જેલની સજા ફટકારી છે.જો કે આ સજા અત્યારના ગુનાને લઈને ફટકારાઈ નથી, 

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ મામલો વર્ષ 2017નો છે જ્યારે મેવાણીએ મહેસાણામાં પરવાનગી વિના એક રેલીનું આયોજન કર્યું અને રેલી કાઢી હતી. જિજ્ઞેશ ઉપરાંત એનસીપી નેતાઓ રેશ્મા પટેલ અને સુબોધ પરમારને પણ ત્રણ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે કુલ 12 લોકોને સજા ફટકારી છે.

એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે એ પરમારે મેવાણી અને NCP કાર્યકારી રેશ્મા પટેલ અને મેવાણીના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કેટલાક સભ્યો સહિત નવ અન્ય લોકોને ભારતીય દંડ સંહિતાની કલમ 143 હેઠળ ગેરકાનૂની સભાનો ભાગ હોવા બદલ દોષિત ઠેરવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે જીગ્નેશ મેવાણી, એનસીપીના નેતાઓ રેશ્મા પટેલ અને સુબોધ પરમાર પર સરકારની સૂચનાનું ઉલ્લંઘન કરીને રેલીનું આયોજન કરવાનો આરોપ હતો. હાલ જીગ્નેશ મેવાણી જામીન પર બહાર છે. પીએમ મોદી વિરુદ્ધ ટ્વિટ કરવા બદલ આસામ પોલીસે તેની ધરપકડ કરી હતી.ત્યારે હવે તેને વર્ષ 2017ના મામલે 3 મહિનાની જેલ ફટકારાઈ છે.

આ સાથે જ કોર્ટે તમામ ગુનેગારોને 1000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. મહેસાણા ‘એ’ ડિવિઝન પોલીસે જુલાઈ 2017માં પરવાનગી વિના મહેસાણાથી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા સુધી આઝાદી માર્ચ કાઢવા બદલ મેવાણી અને અન્યો સામે IPCની કલમ 143 હેઠળ કેસ નોંધ્યો હતો.

Exit mobile version