Site icon Revoi.in

રાજસ્થાનના કોટાની જેકે લોન હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાય – 9 નવજાત બાળકોના મોત

Social Share

કોટાઃ-રાજસ્થાનના કોટાની જેકે લોન હોસ્પિટલ ફરી એક વખત ચર્ચાનો વિષય બની છે, આ હોસ્પિચટલમાં છેલ્લા 24 કલાકમાં 9 નવજાત શીશુએ જીવ ગુમાવ્યા છે, મૃતક બાળકોના પરિવારોએ હોસેપ્ટલ પર લાપરવાહીનો રોપ લગાવ્યો છે, જો કે હોસ્પિટલ તરફથી  બાબતને નકારવામાં આવી રહી છે

હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર એસસી દુલારાનું  બાબતે કહવું છે, કે ત્રણ બાળકોને મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા. ત્રણને જન્મજાત જ બિમારી હતી અને  અન્ય ત્રણ બાળકોના મોત મગજમાં પાણ ભરાયા હોવાના કારણે થયા છે.. આમાં હોસ્પિટલની કોઈ બેદરકારી નથી. આ સાથે જ હોસ્પિટલના દાવાની તપાસ માટે જિલ્લા કલેકટરે હોસ્પિટલ મેનેજમેન્ટ પાસેથી તપાસ રિપોર્ટ માંગ્યો છે.

જેકે લોન હોસ્પિટલમાં બુધવારે રાત્રે એકથી ચાર દિવસના પાંચ બાળકોના મોત નીપજ્યા હતા, જ્યારે ગુરુવારે ચાર બાળકોના મોત નીપજ્યા હતું. ગત વર્ષે ડિસેમ્બરમાં બાળકોના મોતને લઈને પણ હોસ્પિટલ ચર્ચામાં આવી હતી

રાજ્યના આરોગ્ય મંત્રી રઘુ શર્માએ તપાસના આદેશ આપ્યા છે અને આ અંગે હોસ્પિટલ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. તેમણે કહ્યું, ‘નવ નવજાત બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જેમાંથી ત્રણને મૃત લાવવામાં આવ્યા હતા. અમે સૂચનાઓ જારી કરી છે કે કોઈ પણ સંજોગોમાં કોઈપણ નવજાતનું જીવન ન ગુમાવવું જોઈએ. મુખ્યમંત્રી અને સરકાર આ મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છે.

સાહિનઃ-