Site icon Revoi.in

જોઘપુર- ‘એક્સ-ડેઝર્ટ નાઇટ 21’ નામના ભારત અને ફ્રાંસના સંયૂક્ત યુદ્ધાભ્યાસમાં જોવા મળશે રાફેલની કરતબ

Social Share

દિલ્હીઃ-ભારત અને ફ્રાન્સના રાફેલ લડાકુ વિમાનો જોધપુરની આસપાસ આજરોજ બુધવારથી આવનારા પાંચ દિવસો સુધી અભ્યાસ કરતા જોવા મળશે. બંને દેશોની વાયુસેના અહીં ‘એક્સ-ડેઝર્ટ નાઇટ 21’ નામના વિશાળ પાંચ દિવસીય હવાઈ કવાયતમાં ભાગ લેશે.

ભારતીય વાયુસેનાએ આપેલી માહિતી પ્રમાણે આ સંયુક્ત અભ્યાસમાં ઓગસ્ટમાં શામેલ રાફેલ વિમાન ઉપરાંત, તે એસયુ -30 એમકેઆઇ (સુખોઇ) અને મિરાજ -2000 લડાકુ વિમાનો પણ પોતાની કરબત દેખાડશે.

આ સિવાય ભારતીય વાયુ સેનામાં હવામાંમ રહીનેજ ઈંધણ ભરનાર રિફ્યુઅલ એરક્રાફ્ટ IL-78 અને એર એટેક ચેતવણી અને નિયંત્રણ સિસ્ટમનો પણ સમાવેશ કરવામાં આવશે.ફ્રાંસીસ એરફોર્સ તરફથી રાફેલ વિમાન, એરબસ એ -330 મલ્ટિરોલ ટેન્કર ટ્રાન્સપોર્ટ, એ -440 એમ ટેક્ટિકલ ટ્રાંસપોર્ટ એરક્રાફ્ટ અને 175 સૈનિકો આ કવાયતમાં ભાગ લેશે.

બન્ને દેશોના રાફેલ આયુદ્ધાભ્યાસમાં  જોવા મળશે

ભારતીય વાયુસેનાએ કહ્યું કે, આ કવાયત ખૂબ જ અલગ છે, કારણ કે આમાં બંને પક્ષો તરફથી રાફેલ વિમાનમાં જોડાઇ રહ્યા છે અને બે શ્રેષ્ઠ હવાઈ દળો વચ્ચે વધતી ક્રિયાપ્રતિક્રિયાના સંકેત પણ છે. વાયુસેનાએ જણાવ્યું હતું કે, 20 જાન્યુઆરીથી શરૂ થનારી હવાઈ કવાયતથી બંને પક્ષો વિવિધ ઓપરેશનલ અનુભવો કરશે અને પરસ્પર પારસ્પરિકતા વધારવા માટે વિચારો અને શ્રેષ્ઠ પરંપરાઓ શેર કરશ.

સાહિન-